Site icon Revoi.in

વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી નહીં અપાય તો વેપારીઓ 18મી બાદ દુકાનોના શટર્સ ખોલી નાંખશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ બજારો બંધ છે. રોજગાર-ધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ નુકશાની વેઠી રહ્યા છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે વેપારીઓ દુકાનો ખોલવાની માગણી કરી રહ્યા છે. કેટલાક વેપારી સંગઠનોએ તો એવી ચીમકી આપી દીધી છે કે, જો 18મી મે બાદ દુકાનો ખોલવાની મંજુરી આપવામાં નહીં આવે તો સવિનય કાનૂનનો ભંગ કરીને દુકાનોના શટર્સ ખોલી નાંખીશું.

રાજ્યમાં આંશિક લોકડાઉનના મોટાભાગની દુકાનો બંધ છે. સરકારે કડક નિયંત્રણો મુકતા વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. મીની લોકડાઉનના કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓ નો મરો થઈ રહ્યો છે જેથી 18 મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહયા છે. તે જોઈને સરકાર પણ 18 મી પછી નિયંત્રણો માં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે. ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ પણ આ અંગે સંકેત આપ્યો હતો કે,રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવશે.

18મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપવી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. વ્યાપાર ધંધા અને રોજગાર ને લઈને નાના વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરવા માટે અનેક રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે. ગુજરાતના વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લોકડાઉન નહીં લંબાવવાની માંગ કરી રહ્યા છે. અન્યથા સવિનય કાનુન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે.

વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં પણ 60 ટકા વેપાર ધંધાને છુટછાટ છે.માત્ર 40 ટકા બંધ છે અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી.કોરોના ચેઈન તોડવી જ હોય તો સંપૂર્ણ લોકડાઉન લાદી દો અથવા તમામ વેપાર ધંધાઓને છૂટછાટો આપવામાં આવે.