ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને મળી નથી. પણ હવે ગુજરાત બજેટ આવી રહ્યું છે ત્યારે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનએ વાહન રજિસ્ટ્રેશન ટેક્સમાં કન્સેશન આપવા માંગ મૂકી છે.
કોરોનાના કાળમાં ઓટો ઈન્ડ્રસ્ટ્રીઝને ઘણુબધું સહન કરવું પડ્યુ છે. ત્યારે ટુ વ્હીલર ક્ષેત્રમાં જ્યાં સુધી માર્કેટ સ્ટેબલ ન થાય ત્યાં સુધી વ્હિકલ ટેક્સમાં કન્સેશન આપવા સરકાર સમક્ષ માંગણી મૂકી છે. ગુજરાત બજેટ 2022 રજૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. જોકે, આ બજેટ આવે તે પહેલાં જ વિવિધ ઉધોગો પોતાની આશા અપેક્ષાઓ સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ પણ પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી છે
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, વાહનોમાં GST પણ હોય છે, રોડ ટેક્સ પણ હોય છે અને પછી ટુ વહીલર પર કોર્પોરેશનનો અલગથી અઢી ટકા ટેક્સ હોય છે. અમારી ઘણા સમયથી માંગ છે કે, આ ટેક્સ નીકળી જવો જોઈએ. છતાં તે માંગ પુરી થઈ નથી. ગુજરાત બજેટમાં પણ માંગ એ જ છે કે, એટલીસ્ટ કોર્પોરેશન તરફથી ટેક્સ લેવાય છે તે યા તો નીકળી જવો જોઈએ. અઢી ટકામાંથી એટલીસ્ટ 50 ટકા થઈ જવો જોઈએ. કોરોના પછી પણ ટુ વહીલર માર્કેટ સ્ટેબલ થયું નથી. ઇવન કોરોના પહેલા જે પ્રકારે ટુ વહીલર માર્કેટ હતું તેના કરતાં પણ ડી ગ્રોથ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ કે, ગતવર્ષની સરખામણીમાં ટુ વહીલર 15 ટકા ડી ગ્રોથ રહ્યો છે. ટુ વહીલરમાં ફોરવહીલર જેવો ડિમાન્ડ સપ્લાયનો પ્રોબ્લેમ નથી છતાં ડી ગ્રોથ છે. જે માટે અલગ અલગ કારણો જવાબદાર છે. જેમાં કેસ ઘટ્યા છે છતાં ઘણી કંપનીઓમાં હજુ વર્કફોમ હોમ ચાલી રહ્યુ છે. જેની અસર 4 ટકા જેટલી પડી છે. તો શાળા કોલેજોમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને ઑપશનના કારણે 12થી 15 ટકા અસર ટૂ વહીલર માર્કેટ પર પડી છે. ફ્યુઅલ પ્રાઈઝ કન્ટીન્યુઅસ વધી રહ્યા છે, ટુ વ્હીલર વ્હિકલની કિંમત બે વર્ષમાં 20 ટકા વધી છે. બીજું કે ઇલેક્ટ્રિક વ્હિકલ તરફ પણ લોકો વળી રહ્યા છે આ બધા કારણો પણ ઓટો મોબાઈલ માર્કેટ ડાઉન માટે જવાબદાર છે.