Site icon Revoi.in

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની માંગણી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં ગુલામી પ્રતિકોને દુર કરવામાં આવી રહ્યાં છે. સીએમ યોગીના શાસનમાં અનેક પ્રદેશોના નામ બદલ્યાં છે. અલ્હાબાદ અને ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા નામ કરવામાં આવ્યાં છે. હવે લખનૌના નામને બદલા માટે ભાજપના સાંસદે માંગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, 18મી સદીમાં નવાબે લક્ષ્મણપુરીનું નામ બદલીને લખનૌ કરવામાં આવ્યું હતું. જેથી ગુલામીના પ્રતિક સમાન લખનૌનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની માંગણી કરાઈ છે.

પ્રતાપગઢના ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌનું નામ લખનપુરી અથવા લક્ષ્મણપુરી કરવું જોઈએ. ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામજીના નાનાભાઈ લક્ષ્મણજીને લક્ષ્મણપુરીની ભેટ આપવી જોઈએ. 18મી સદીમાં નવાબ આસફુદ્દૌલાએ લક્ષ્મણપુરીનું નામ બદલીને લખનૌ કર્યું હતું. તેમણે ગુલામી અને વિલાસિતાના પ્રતિક લખનૌનું નામ પરિવર્તન કરી લખનપુર અથવા લક્ષ્મણપુરી કરવું જોઈએ. લખનૌને નવાબોની નગરી કહેવામાં આવે છે. હવે લખનૌનું નામ બદલવાની માગ ઉઠી છે.