Site icon Revoi.in

રતન ટાટાને ભારતનો સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન આપવા માંગણી

Social Share

નવી દિલ્હીઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી પાઠવી છે. એટલું જ નહીં તેમના અંતિમ સંસ્કારમાં સરકાર વતી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. તેમજ કેબિનેટમાં રતન ટાટાને ભારતનો સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ રજુ કરીને કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.

ઉદ્યોગપતિનું બુધવારે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે. ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના ‘નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ’ (NCPA) ખાતે લોકોના દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વર્લી વિસ્તારમાં કરવામાં આવશે.