Site icon Revoi.in

રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારીને 40 ટકા કરવાની માંગણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવના મગફળી સહિતના પાકોની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકાની ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી છે.

ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ હાલ દિલ્હીના પ્રવાસે છે, દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં ખાતરની તંગી ન વર્તાય તે માટે લોજિસ્ટિક સંબંધિત ખાસ વ્યવસ્થા ઉભી થાય તે માટે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સબસીડાઇઝ યુરીયા ખાતરનાં ડાયવર્ઝનને રોકવા રાજ્ય સરકાર દ્વારા લીધેલ પગલાં અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને માહિતગાર કરીને તે અટકાવવા માટે હાલની ખાતર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા અંગે કેટલાક જરૂરી સૂચનોની આપ-લે કરી હતી. પટેલે નવી દિલ્હી ખાતેની તેમની આ મુલાકાત ગુજરાતના ખેડૂતો માટે ખુબ જ ફળદાયીનિવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.