દિલ્હીઃ લોકશાહી એ ભારતમાં માત્ર એક વ્યવસ્થા નથી પરંતુ લોકશાહી એ ભારતનો સ્વભાવ છે, ભારતની સહજ પ્રકૃતિ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 82મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સ્પીકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પણ હાજર હતા. તેમણે વધુમાં કહ્યું કે, “આપણે આવનારા વર્ષોમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. આ સંકલ્પો તમામના પ્રયાસો દ્વારા જ પૂરા થશે અને લોકશાહીમાં, ભારતની સંઘીય વ્યવસ્થામાં, જ્યારે આપણે તમામના પ્રયાસની વાત કરીએ છીએ, ત્યારે તમામ રાજ્યોની ભૂમિકા તેના માટે મોટો આધાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે પૂર્વોત્તરની દાયકાઓ જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવાની વાત હોય, દાયકાઓથી અટવાયેલી વિકાસની તમામ મોટી યોજનાઓને પૂર્ણ કરવાની હોય, એવા ઘણા કામો છે જે પૂરા કરવામાં આવ્યાં છે. આ તમામ કામો દરેકના પ્રયાસોથી પૂર્ણ કરવામાં આવ્યાં છે વડાપ્રધાને કહ્યું હતું કે આપણા ગૃહની પરંપરાઓ અને વ્યવસ્થા સ્વભાવથી ભારતીય છે. તેમણે આહ્વાન કર્યું કે આપણી નીતિઓ અને આપણા કાયદાઓએ ભારતીયતાની ભાવના, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત બનાવે છે. આપણે ગૃહમાં ભારતીય મૂલ્યો અનુસાર વર્તન કરવું જોઈએ. તે આપણા બધાની જવાબદારી છે. તેમણે કહ્યું, એકતાનો અખંડ પ્રવાહ, જે આપણી વિવિધતાને સાચવે છે, તેને સાચવે છે. આગામી 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રસંગ્રે તેમણે સાંસદોને કર્તવ્ય-કર્તવ્ય અને કર્તવ્યનો મંત્ર જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી.