જૂનાગઢ: જૂનાગઢમાં એક 20 વર્ષ જૂની દરગાહને જમીનદોસ્ત કરવામાં આવી છે. શનિવારે મોડી રાત્રે લગભગ એક હજાર પોલીસક્રમીઓની તહેનાતી સાથે બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી. ગત વર્ષ પણ પ્રશાસને આ દરગાહનને તોડવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે હિંસક ભીડે પથ્થરમારો કરીને હુમલામાં ઘણા વાહનોની આગચંપી કરી હતી. આ દરમિયાન હિંસામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા. તેવામાં હવે આ ગેરકાયદેસર દરગાહને ધ્વસ્ત કરવામાં આવી છે. પ્રશાસને બે મંદિરોને પણ તોડયા છે.
જે દરગાહને તોડવામાં આવી છે, તે જૂનાગઢના મજવેડી ગેટ પાસે હતી. ન્યૂઝ-18ના અહેવાલ મુજબ, મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ 1000 પોલીસકર્મી ગેરકાયદેસર દરગાહ પાસે પહોંચ્યા. આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી. ઠેરઠેર બેરિકેડિંગ કરવામાં આવ્યું. ત્રણ કલાક સુધી બુલડોઝર ચલાવીને સવારે પાંચ વાગ્યા સુધીમાં પ્રશાસને દરગાહને જમીનદોસ્ત કરી દીધી હતી. આ દરગાહ સડકની વચ્ચે ગેરકાયદેસર જમીન પર બનાવવામાં આવી હતી.
જાણકારી મુજબ, 20 વર્ષ જૂની આ દરગાહને તોડવાની કોશિશ ગત વર્ષ પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે ઉગ્ર ભીડે મોટી બબાલ કરી હતી. એક પોલીસ ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ પણ કરવામાં આવી હતી. ઘણાં વાહનોને હિંસક ભીડે આગચંપી કરી હતી. હુમલામાં ડેપ્યુટી એસપી પણ ઘાયલ થયા હતા. આ અપ્રિય ઘટનાના લગભગ 9 માસ બાદ પોલીસની ટીમે ત્યાં ફરીથી પહોંચીને કાર્યવાહી કરી છે. મોડી રાત્રે બુલડોઝર ચલાવીને ગેરકાયદેસર દરગાહને ધ્વસ્ત કરી છે.
જૂનાગઢમાં ગેરકાયદેસર દરગાહની સાથે અલગ-અલગ સ્થાનો પર બનેલા બે મંદિરોને પણ તોડવામાં આવ્યા છે. તમામ સ્થાનો પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તહેનાતી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે એક અન્ય મામલામાં ગત મહિને ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદેસર મદરસાઓને તોડવા ગયેલી પોલીસની ટીમ પર ભીડે પથ્થરો અને પેટ્રોલ બોમ્બથી હુમલા કર્યા હતા. આ હિંસામાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા.હિંસા બાદ હલ્દવાનીમાં કર્ફ્યૂ પણ લગાવવો પડયો હતો. એક પોલીસ સ્ટેશન પર ઉગ્ર ભીડે હુમલો કર્યો હતો. પોલીસે આ હિંસાના માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિકની ધરપકડ પણ કરી છે.