Site icon Revoi.in

બાબા રામદેવના અલોપેથિ વિવાદ મામલે આજે દેશભરના ડોક્ટરોનું પ્રદર્શન

Social Share

દિલ્હીઃ- એલોપથીની સારવાર અંગે બાબા રામદેવ સાથે ડોકટરોનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.હાલની  સ્થિતિ એવી છે કે આજે મંગળવારના રોજ બાબા રામદેવ સામે દેશભરમાં ડોકટરોનું પ્રદર્શન યોજાનાર છે. આ વિવાદે કોરોના મહામારી વચ્ચે સરકારોની ચિંતામાં વધારો કર્યો છે, બાબા રામદેવ સામે ડોક્ટરોનો રોષ જોવા મળી રહ્યો છે.

સ્થિતિ એવી છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા તાજેતરમાં બાબા રામદેવને પત્ર લખીને નિવેદન પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ વિવાદ અટક્યો નહીં , જેના કારણે હવે ખાનગીમાં જ નહીં પરંતુ સરકારમાં કામ કરતા રહેણાંક તબીબો હોસ્પિટલોએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. બાબા રામદેવનો વિરોધ સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

સોમવારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફેમા સહિતના અનેક તબીબી સંગઠનોએ બાબા રામદેવ વિરુદ્ધ વિરોધની જાહેરાત કરી છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેષ અને રાજસ્થાન સુધીની સરકારી હોસ્પિટલોમાં કામ કરતા રેસિડેન્ટ ડોક્ટરોએ ભાગ લેવા માહિતી આપી છે.

તબીબી સંસ્થાઓના મતે આ મહામારીની વચ્ચે દર્દીઓના જીવ બચાવવા તેમના માટે પહેલી અગ્રતા છે. તેથી, તબીબી વ્યવસ્થામાં કોઈ અવરોધ વિના, તે બધા બાબા રામદેવ સામે કાળો વિરોધ નોંધાવશે. તેઓની માંગ છે કે જો સરકાર જલ્દી બાબા રામદેવ વિરુદ્ધ કાયદાકીય પગલાં નહીં ભરે તો આ વિરોધ વધુ આક્રમક થઈ શકે છે.