Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન- ચીનને મૂહતોડ જવાબ આપવાની તૈયારી

Social Share

 

દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાનથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, જેને લઈને ભારતીય સેના એ હવે ચીનને મૂહતોડ જવાબ આપવાની સખ્ત તૈયારીઓ કરી લીધી છે,ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે મોરચો સંભાળી લીધો છે.ઉલ્લેખનીય છે કે ચીનની નાપાક નજર સામે સરહદ પર મોટા પાયે જવાનોની તૈનાતી હાથ ધરવામાં આવી છે.

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં દુશ્મનની ટેન્કોનો નાશ કરવા માટે ભારતીય સેનાના જવાનો સતત અભ્યાસ કરી રહ્યા છે. ગયા વર્ષે 5 મેના રોજ, પૂર્વ-લદ્દાખ સરહદના પેંગોંગ તળાવ વિસ્તારમાં ભારત-ચીની સૈનિકો સામ-સામે આવ્યા હતા. મતભેદોને કારણે હિંસક અથડામણમાં ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે મોટી સંખ્યામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા.

દેશની સેનાના જવાનો અરુણાચલ પ્રદેશમાં પૂર્વીય પ્રદેશના કઠોર આબોહવાની સ્થિતિ અને વિસ્તારોમાં આક્રમક તાલીમ અને જોરદાર કવાયતમાં જોતરાયા છે. ચીનને મૂતોડ જવાબ આપવા માટે ભારતીય સૈનિકો લદ્દાખથી અરુણાચલ પ્રદેશની સરહદ ભારતીય જવાનોલતૈનાત છે. કારણ કે  ભારત ચીનની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યું છે.જેને લઈને હવે સેના એ પણ પોતાની તૈયારી દર્શાવી છે.

ભારતીય સેનાના સૈનિકોએ ચીનના કોઈપણ ખતરાનો સામનો કરવા માટે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક તવાંગ સેક્ટરમાં કવાયત કરી હતી. ટ્રેનિંગ દરમિયાન જવાનોનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એવું સાંભળવા મળે છે કે, જેમાં મારવા કે મારવાના નારા લગાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક તવાંગ વિસ્તારમાં દુશ્મનની ટેન્કોનો નાશ કરવા માટે ભારતીય સેનાના જવાનો લડાઇ કવાયત હાથ ધરવામાં આવી છે

અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનના પડકારનો સામનો કરવા માટે સેનાએ તકેદારી વધારી છે. M777 હોવિત્ઝર અને સ્વીડિશ બોફોર્સ બંદૂકો ઉપરાંત, સંવેદનશીલ ચોકીઓ પર અદ્યતન L70 એન્ટી એરક્રાફ્ટ ગન પણ તૈનાત કરવામાં આવી છે. આ બંદૂકો ચીનના લડાકુ વિમાનોનો નાશ કરવામાં સક્ષમ છે.