નવી દિલ્હીઃ કર્ણાટકના ઉડ્ડપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો છે. ઉત્તરપ્રદેશના અલીગઢથી લઈને મહારાષ્ટ્રના માલેગાવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબના સમર્થનમાં દેખાવો કરી રહી છે. ખુરબા પહેરીને પ્રદર્શનમાં સામેલ થયેલી મહિલાઓ બેનર-પોસ્ટર લઈને હિજાબને સમર્થન આપ્યું હતું. શુક્રવારે અલીગઢમાં મુસ્લિમ મહિલાઓએ હિસાબ સમર્થનમાં દેખાવો કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, હિજાબ અમારો અધિકાર છે.. અમે તેને નહીં ઉતારીએ… માલેગાવમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ હિજાબના સમર્થનમાં બહાર આવી છે. તેમજ હિજાબ ઉપર પ્રતિબંધ પરત લેવાની માંગણી કરી હતી. છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે સુપ્રિમ કોર્ટે આ મામલવે તાત્કાલિક નિર્ણય આપવાથી ઈનકાર કરી દીધો છે, અને નસિહત આપતા એમ પC કહ્યું છે કે આ મામલાને રાષ્ટ્રીય સ્તર સુધી ન પહોચાડવામાં જ દરેકની ભલાઈ છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ સમગ્ર બાબતે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપતા કહ્યું કે આ મામલાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
કોર્ટે કહ્યું કે તે આ મામલે યોગ્ય સમયે સુનાવણી કરશે. કેસની સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, “કર્ણાટકમાં શું થઈ રહ્યું છે તે અમે જોઈ રહ્યા છીએ અને મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.” અરજદારોને સલાહ આપતાં કોર્ટે કહ્યું કે તેઓ આ બાબતને રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બનાવવાનું ટાળે. હાઈકોર્ટના જ વચગાળાના આદેશને પડકારતા કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમની માંગ હતી કે સર્વોચ્ચ અદાલતે આ વચગાળાના નિર્ણય પર રોક લગાવવી જોઈએ. આપણે જાણીએ છીએ કે હવે હિજાબને લગતો વિવાદ કર્ણાટકનો આ વિવાદ રાજ્યની બહાર અને દેશની બહાર પણ ફેલાવા લાગ્યો છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હિજાબના સમર્થનમાં દેખાવો થયા છે. આ પ્રદર્શનોમાં એવું કહેવામાં આવ્યું છે કે હિજાબ એ પસંદગીની બાબત છે અને તે બંધારણ હેઠળનો અધિકાર છે. જેમ કે, તેને મંજૂરી આપવી જોઈએ.