લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે 370 બેઠકોના લક્ષ્યાંકનું રહસ્યોદ્ધાટન, જમ્મુમાં પીએમ મોદીએ એનડીના 400 પ્લસનું સમજાવ્યું ગણિત
જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત કરી. તે દરમિયાન તેમણે જાહેરસભાને સંબોધિત કરતા પરિવારવાદની રાજનીતિ પર વિપક્ષી દળોને પણ ઘેર્યા. તેમણે નામોલ્લેખ વગર આરોપ લગાવ્યો કે સરકારો માત્ર એક જ પરિવારને આગળ વધારવામાં લાગેલી રહી. તેમણે કહ્યુ કે પરિવાર વાદની રાજનીતિમાં સૌથી વધુ નુકશાન દેશના યુવાઓને થાય છે.
400 પારનું લક્ષ્ય કેમ રાખ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ-370ને દિવાલ ગણાવી છે. તેમણે કહ્યુ છે કે આ દિવાલને ભાજપની સરકારે હટાવી દીધી છે. હવે જમ્મુ-કાશ્મીર એક સંતુલિત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. મેં સાંભળ્યું છે કે આ સપ્તાહે કોઈ ફિલ્મ આવવાની છે. મને લાગે છે કે તમારો જય જયકાર થવાનો છે. મને કબર નથી કે કેવી ફિલ્મ છે, પરંતુ મેં ટીવી પર આના સંદર્ભે સાંભળ્યું છે. સારી રીતે લોકોને જાણકારી મેળવવામાં કામ આવશે.
તેમણે કહ્યુ છે કે 370 જવાના કારણે આજે હું હિંમત સાથે દેશવાસીઓને કહું છું કે આગામી ચૂંટણીમાં ભાજપને 370 આપો અને એનડીએને 400ને પાર કરી દો.
પીએમ મોદીએ કહ્યુ છે કે આજે અહીં સેંકડો નવયુવાઓને સરકારી નિમણૂક પત્ર પણ સોંપવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર ઘણા દાયકાઓ સુધી પરિવારવાદની રાજનીતિનું શિકાર રહ્યું છે. પરિવારવાદની રાજનીતિ કરનારાઓએ માત્ર પોતાનો સ્વાર્થ જોયો છે, તમારા હિતોની ચિંતા કરી નથી. પરિવારવાદની રાજનીતિમાં સૌથી વધુ કોઈ નુકશાન ઉઠાવે છે, તો તે આપણા યુવાઓ છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે સરકારો માત્ર એક પરિવારને આગળ વધારવામાં લાગેલી રહે છે, તો સરકારો પોતાના રાજ્યના અન્ય યુવાઓના ભવિષ્યને તાક પર રાખી દે છે. આવી પરિવારવાદી સરકારો યુવાઓ માટે યોજનાઓ બાવવામાં પણ પ્રાથમિકતા આપતી નથી. માત્ર પોતાના પરિવારનો વિચાર કરનારા લોકો તમારા પરિવારની ચિંતા કરશે નહીં.
તેમણે કહ્યુ છે કે મને સંતોષ છે કે જમ્મુ-કાશ્મીરને આ પરિવારવાદી રાજનીતિમાંથી મુક્તિ મળી રહી છે. તે દરમિયાન તેમણે 11 વર્ષ પહેલા કરવામાં આવેલા વાયદાઓને પણ યાદ કરાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ છે કે 2013ના ડિસેમ્બરમાં જ્યારે હું ભાજપની લલકાર રેલીમાં આવ્યો હતો, ત્યારે આ મેદાનમાં કેટલીક ગેરેન્ટી આપીને ગયો હતો. મેં સવાલ ઉઠાવ્યો હતો કે જમ્મુમાં પણ આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓ કેમ બની શકી નથી. તે વાયદો અમે પુરો કરી દેખાડયો છે. આજે જમ્મુમાં બંને છે. માટે લોકો કહે છે કે મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પુરી થવાની ગેરેન્ટી
ભાષણ દરમિયાન પીએમ મોદીની નજર ભીડમાં હાથમાં ઉઠાવાયેલી એક બાળકી પર પડી. તેમણે આના સંદર્ભે કહ્યુ હતુ કે તે બાળકીને પરેશાન ન કરો ભાઈ, ઘણી નાની ઢિંગલી છે. જો અહીં હોત તો હું તેને ઘણા આશિર્વાદ આપત. આ ઠંડીમાં તેને હેરાન ન કરો.