- ડેન્ગ્યુ ફરીથી દર્દીને લઈ રહ્યો છે પોતાની ઝપેટમાં
- દિલ્હીની હોસ્પિટલો દર્દીઓથી ભરાય
- રાજ્ય સરકારની વધી ચિંતા
દિલ્હીઃ- દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે, જો કે કેસ વચ્ચગાળામાં ઘટ્યા પણ હતા પરંતુ કોરોના વાયરસની જેમ ડેન્ગ્યુ પણ દર્દીને ફરીથી પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. હાલ દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં દર્દીને થોડા સમય પહેલા ડેન્ગ્યુ થયો હતો, ફરી ચેપ લાગતા તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમની તપાસમાં ડેન્ગ્યુનો અલગ પ્રકાર જોવા મળ્યો છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ના ડૉ.નૌકાલે પણઆ મામલે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે,ડેન્ગ્યુનો ચેપ દર્દીને બે વાર સંક્રમિત કરી શકે છે. આ સમયે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આવા ઘણા કિસ્સાઓ છે, જેમાં ડેન્ગ્યુના કારણે શરીરના અન્ય અંગો પ્રભાવિત થવા લાગે છે. આ સ્થિતિને મલ્ટી ઓર્ગન ફેલ્યોર તરીકે ગણવામાં આવે છે, જેમાં દર્દીના બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે.
આઈએલબીએસ હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે ડેન્ગ્યુના ચાર સેરોટાઈપ સ્ટ્રેન છે,કેટલાક દર્દીઓમાં જોવા મળતા આ સ્ટ્રેઈન ખૂબ જ ખતરનાક છે. જો કોઈને પહેલા ડેન્ગ્યુ થયો હોય, તો તે બીજા સીરોટાઈપ સ્ટ્રેઈનથી સંક્રમિત થઈ શકે છે. આવા લગભગ પાંચથી છ કેસ જોવા મળ્યા છે.
સર ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલોમાં બેડની કટોકટી વર્તાઈ રહી છે. છેલ્લા લગભગ એક મહિનામાં ડેન્ગ્યુના ચેપના સેંકડો દર્દીઓ સારવાર માટે આવી પહોંચ્યા છે. સ્થિતિ એવી છે કે બેડ ન હોય તો દર્દીને સ્ટ્રેચર પર રાખવો પડે છે. તેમણે કહ્યું કે ડેન્ગ્યુનો ચેપ તમામ વયજૂથમાં જોવા મળે છે. યુવાનોથી માંડીને વૃદ્ધો પણ તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. નજીકના રાજ્યોમાંથી આવતા ઘણા દર્દીઓની હાલત ગંભીર બની રહી છે.