- ડેનિમ એટલે એવરગ્રીન ફેશન
- સ્ટાઈલિશ લૂક માટે ડેનિમ શર્ટ બેસ્ટ
ડેનિમ ડ્રેસની ફેશન એવરગ્રીન છે. ફેશન ટ્રેન્ડમાં ડેનિમ હંમેશા મોખરે રહે છે. ડેનિમ શર્ટ હોય કે ડેનિમ જીન્સ હોય કે ડેનિમ ડ્રેસ અને ડેનિમ સાડી પણ હોય, તમે તેને કોઈપણ પ્રસંગે પહેરી શકો છો. ડેનિમ કપડાં તમારા દેખાવને સ્ટાઇલિશ બનાવવા માટે પૂરતા છે. જો તમને ડેનિમ શર્ટ પહેરવાનું પસંદ છે, તો આજે અમે તમને ડેનિમ શર્ટ પહેરવા વિશે કેટલીક ટિપ્સ બતાવીશું જે તમને વધુ સ્ટાઇલિશ દેખાઈ શકો છો.સાથે જ હાલ ગરમીની સિઝન ચાલી રહી છએ આવી સ્થિતિમાં ડેનિમ એક પ્રકારનું કોટન હોવાથી ગરમીથી બચાવને છે આ માટે તમારે લાઈટ વેઈટના ડેનિમ કપડાની પસંદગી કરવી જોઈએ.
કેઝ્યુઅલ અને કૂલ લુક મેળવવા માટે ડેનિમ શર્ટ બેસ્ટ છે, પરંતુ જો તમે ફોર્મલ લુક કેરી કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ડેનિમ શર્ટ પહેરવાનું ટાળવા જોઈએ. ફ્લોપી કલર અને હેવી ડેનિમ શર્ટને માત્ર કેઝ્યુઅલ લુકની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો કે, તમે ફોર્મલ લુક માટે સ્ટ્રક્ચર કોલર સાથે ડેનિમ શર્ટને સ્ટાઇલ કરી શકો છો.
આ શર્ટ મોટાભાગે વાદળી રંગમાં ઉપલબ્ધ છે, પરંતુ વાદળી રંગમાં પણ ઘણા શેડ્સ છે. તેથી જો તમારે કેઝ્યુઅલ લુક મેળવવો હોય તો તેના માટે લાઇટ બ્લુ ટ્રાય કરો અને જો મોનોક્રોમેટિક લુક જોઈતો હોય તો તેના માટે ગ્રે ડેનિમ શર્ટ ટ્રાય કરો. તમે આ પ્રકારના ડેનિમ શર્ટને કેરી કરીને ખૂબ જ કૂલ અને ડેશિંગ લુક મેળવી શકો છો.આ રંગો ગરમીથી રાહત આપે છે.
જો તમે સૂટ સાથે ડેનિમ શર્ટ કેરી કરવાનું વિચારી રહ્યા છો, તો હંમેશા પાતળા ફેબ્રિકવાળા શર્ટની પસંદગી કરો. સ્ટ્રક્ચર કોલર્ડ ડેનિમ શર્ટ સૂટ સાથે સારી રીતે જાય છે. બીજી તરફ, જો તમે ડેનિમ શર્ટ કેરી કર્યું છે, તો તેની સાથે પરફેક્ટ શૂઝ, બેલ્ટ અને ઘડિયાળ જોડીને તમે તમારા દેખાવને વધુ ખાસ બનાવી શકો છો.