ઉત્તરભારતમાં ગાઢ ધમ્મુસ, વાહન વ્યવહાર ખોરવાયો
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેરનો માહોલ જારી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. IMD એ મંગળવાર સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર મધ્ય પ્રદેશ, જમ્મુ વિભાગ રાજસ્થાન, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં રવિવાર સુધી તીવ્ર શીત લહેર ચાલુ રહેવાની સંભાવના છે.
IMDએ જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે. આજે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગાઢ ધુમ્મસ સતત ઘેરાયેલું છે. IMD મુજબ, મંગળવાર સુધી શહેરમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.