Site icon Revoi.in

દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું,ધુમ્મસને કારણે વિઝિબિલિટી થઈ ઓછી

Social Share

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં શીતલહેર સાથે ગાઢ ધુમ્મસનો કહેર જારી છે.દિલ્હી-એનસીઆર આજે (મંગળવાર), 27 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસમાં ઘેરાઈ ગયું છે.ધુમ્મસના કારણે માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે.આગામી 2 દિવસ સુધી ઠંડીનું મોજું અને ઠંડીથી રાહત નહીં મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આગામી બે દિવસ સુધી શીત લહેરની લપેટમાં રહેશે.દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી નોંધાઈ હતી.પંજાબના ભટિંડામાં સવારે 5.30 વાગ્યે 0 વિઝિબિલિટી નોંધાઈ હતી.જ્યારે અમૃતસર અને પટિયાલામાં 50 મીટર વિઝિબિલિટી હતી. આ સિવાય હરિયાણાના હિસાર, ચંદીગઢ અને અંબાલામાં માત્ર 25 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.

દિલ્હીના પાલમ અને સફદરજંગમાં સવારે 5.30 વાગ્યે 50 મીટર, રાજસ્થાનના ગંગાનગરમાં 25 મીટર, ચુરુમાં 50 મીટર, ઉત્તર પ્રદેશના બરેલીમાં 25 મીટર જ્યારે આગ્રા અને બહરાઇચમાં 200 મીટર સુધી વિઝિબિલિટી જોવા મળી હતી.