Site icon Revoi.in

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર અને વિમાન સેવા પર પડી અસર – આગામી દિવસોમાં પણ ઠંડીની આગાહી

Social Share

દેશના ઉત્તરભારત વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ઘુમ્મસ અને ઠંડી જોવા મળે છે. અહીં શીત લહેર અને ઠંડીએ માજા મૂકી છે ત્યારે ગાઢ ઘુમ્મસને લઈને ટ્રેન વ્યવહાર તથા વિમાન સેવા પર વિપરીત અસર પડેલી પણ જોય શકાય છે. જો કે રાજધાનીમાં લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો, પવનમાં ઘટાડો અને તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે દિલ્હીના રહેવાસીઓ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી છે.

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસના કારણે રેલ અને હવાઈ વ્યવહાર પ્રભાવિત થયો છે.
ખૂબ જ ઓછી વિઝિબિલિટીના કારણે રેલવેએ આજે ​​279 ટ્રેનો રદ કરી છે, જ્યારે 100થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે,વધુ વિગત અનુસાર દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ, યુપી, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં આ દિવસોમાં ઠંડીએ જોર પકડ્યું છે, તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણાં સ્થળોએ ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટીને 50 મીટર થઈ ગઈ હતી. જેના કારણે દિલ્હી જતી 15 ટ્રેનો મોડી દોડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને દિલ્હીમાં તીવ્ર ઠંડી ચાલુ રહેશે. આ વિસ્તારોમાં ગાઢથી ગાઢ ધુમ્મસ પણ રહેશે. ત્યાર બાદ કોલ્ડવેવથી થોડી રાહત મળી શકે છે અને ધુમ્મસમાં પણ થોડો ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને દિલ્હીમાં તીવ્ર ઠંડી ચાલુ રહેશે. આ વિસ્તારોમાં ગાઢથી ગાઢ ધુમ્મસ પણ રહેશે. ત્યાર બાદ કોલ્ડવેવથી થોડી રાહત મળી શકે છે અને ધુમ્મસમાં પણ થોડો ઘટાડો થવાની આશા છે.