Site icon Revoi.in

અમદાવાદમાં 50થી વધુ શાળાઓમાં વિદ્યાર્થીઓની અપુરતી સંખ્યાને લઈને DEOએ ખૂલાશો માંગ્યો

Social Share

અમદાવાદઃ  શહેરની 50 થી વધુ પ્રાથમિક માધ્યમની સ્કૂલોએ પોતાના સ્કૂલના 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યાની વિગત શિક્ષણ વિભાગના પોર્ટલ પર મૂકી નથી અને કેટલીક સ્કૂલોમાં 8 ધોરણની કુલ સંખ્યા 20 પણ થતી નથી જેથી DEO એ 50થી વધુ સ્કૂલોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરની શાળાઓમાં ધોરણ 1 થી 8 ના 20 વિદ્યાર્થીઓ પણ પુરા ના થતા હોય તો સ્કૂલમાં શિક્ષકોની સંખ્યા પણ પૂરતી ના હોય જેથી વિદ્યાર્થીઓને અભ્યાસની ગુણવત્તા ના જળવાય તે માટે DEO દ્વારા શિક્ષણ વિભાગના પોર્ટલ પર ચકાસીને 0 થી 20 સંખ્યા હોય તેવી સ્કૂલોની યાદી બનાવવામાં આવી છે.આ સ્કૂલો પાસે DEO દ્વારા સંખ્યા બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે જેમાં જે સ્કૂલોની 20થી વધુ સંખ્યા હશે તેમને બંધ કરવા નોટિસ આપવામાં આવશે.

આ અંગે ડીઈઓ  હિતેન્દ્રસિંહ પઢેરીયા જણાવ્યું હતું કે સ્કૂલોમા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ખાસ ખાનગી પ્રાથમિક સ્કૂલોની સંખ્યાની યાદી બનાવી છે. કેટલીક સ્કૂલોએ પોર્ટલ પર સંખ્યા જાહેર કરી જ નથી. જેથી સ્કૂલોની સંખ્યા જાહેર થાય તે માટે સ્કૂલો પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પ્રાથમિક શાળાઓના કેટલાક સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પુરતી માહિતી આપતા નથી. શાળાઓમાં વિદ્યાર્થીઓની 20ની સંખ્યા પણ નથી. અપુરતી સંખ્યા હોવાથી માત્ર એક જ શિક્ષક દ્વારા શાળા ચલાવવામાં આવી રહી છે. તેના લીધે બાળકોના અભ્યાસને અસર પડી રહી છે. શહેરમાં લગભગ 50 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી નથી. તેથી હાલ ડીઈઓ દ્વારા નોટિસ પાઠવીને ખૂલાશો પૂછવામાં આવ્યો છે.