Site icon Revoi.in

ગુજરાતમાં 150 ચેકપોસ્ટ પર CRPFના જવાનોનો બંદોબસ્ત, વિદેશી દારૂ, નાણાની હેરાફેરી સામે વોચ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચે વહિવટી વિભાગનું સુકાન સંભાળી લીધું છે. રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન દારૂ કે નાણાની હેરાફેરી સામે બાજ નજર રાખવામાં આવી રહી છે. આ વખતે ચૂંટણીપંચે ગુજરાત પોલીસની સાથે મળીને રાજ્યની તમામ 150 ચેકપોસ્ટ એક એક સીઆરપીએફ પ્લાન્ટોન ગોઠવી દેવામાં આવી છે. વાહનોનું ચેકિંગ કરવાની સુચના આપવામાં આવી છે. દારૂની હેરફેર અને નોટોની હેરાફેરી કરનારા સામે કડક કાર્યવાહી કરવાની તાકિદ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડ નાણા ઘુસાડવાનો પ્રયાસ કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને તેની સામે એક્શન લઈને બંધ જરૂર પડશે તો ગુનો પણ દાખલ કરશે. ચૂંટણી પંચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ ગુજરાતમાં 150 ચેકપોસ્ટ છે.  અલગ અલગ બોર્ડરથી દારૂ ઘુસાડવામાં આવે છે, જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને દમણની બોર્ડર ગુજરાતને અડેલી છે. જે માટે ગોઠવી દેવામાં આવી છે, બીજી તરફ આ વખતે અન્ય રાજ્યના પણ નોડલ ઓફિસર નિમવામાં આવ્યા છે, જે લોકો જે દારૂ ગુજરાતમાં આવતા પકડાશે તેની બેચ નંબરના આધારે તે રાજ્યના ડિસ્ટ્રીબ્યુટર કંપનીના સંચાલક સામે વિગતો મંગાશે. અને જો યોગ્ય વિગત નહીં મળતો કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે..

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં દારૂની સાથે એમડી ડ્રગ્સ અને ગાંજા પર પણ વોચ રાખવા માટે અલગ સપોર્ટ બનાવવામાં આવ્યા છે જે ચૂંટણી પંચ ખાસ તરીકે જેમ કામ કરશે અને બોર્ડર તેમજ વિસ્તારમાં જોવા આવું કોઈ મદદ આવશે તો તેની સામે તાત્કાલિક કેસ કરીને એની સામે ગંભીર કર્યો હોય કરવા માટે પણ નક્કી કરી દીધું છે.