ડિપ્રેશન દવા અને થેરાપીથી નહીં પણ યોગ્ય ખાવાથી અને કસરત દૂર કરી શકાય છે, રિસર્ચમા થયો ખુલાસો
આજના સમયમાં ડિપ્રેશન એક એવી સમસ્યા બની ગઈ છે કે એકલા ભારતમાં જ લગભગ 5.7 કરોડ લોકો તેનાથી પરેશાન છે. ઘણા લોકો આ બીમારીને કારણે જીવ ગુમાવે છે અને આત્મહત્યા પણ કરે છે. ડિપ્રેશન જેવી સમસ્યા દેખાતી નથી, પરંતુ તે ધીમે ધીમે માનવ શરીરને ખોખલું કરે છે.
જ્યાં સુધી લોકો ડિપ્રેશન અને ચિંતા વિશે જાણે છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેની ટ્રીટમેન્ટમાં, મનોવિજ્ઞાનીનો સંપર્ક કર્યા પછી, થેરેપી અને એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ આપવામાં આવે છે, જે ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
તાજેતરમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ સારા ડાયટ પ્લાન અને એક્સરસાઈઝ કરીને ડિપ્રેશનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીના ફૂડ એન્ડ મૂડ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે બદલાતી જીવનશૈલી ડિપ્રેશન સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. વાસ્તવમાં આ રિસર્ચમાં 182 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા જેઓ ડિપ્રેશનથી પીડિત હતા. આ સહભાગીઓએ સંતુલિત આહાર લીધો અને ડાયેટિશિયન અને વ્યાયામ મનોવિજ્ઞાની દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને 8 અઠવાડિયા સુધી કામ કર્યું, જેણે પોજિટીવ રિઝલ્ટ દર્શાવ્યા અને ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરી.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ રિસર્ચ રિઝલ્ટમાં જાણવા મળ્યું છે કે શરુઆતી ચરણમાં સહભાગીઓની માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. જે સહભાગીઓએ તેમના ડાયટ અને એક્સરસાઈઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેમના સ્કોર્સમાં 42% ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે માનસિક ઉપચાર મેળવનારા દર્દીઓએ તેમના સ્કોર્સમાં 37% ઘટાડો જોયો હતો. આવામાં એક્સપર્ટનું માનવું છે કે ડિપ્રેશનને ઓછું કરવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે, તેની સાથે મેડિટેશન વર્કઆઉટ પણ જરૂરી છે.