Site icon Revoi.in

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે બારડોલીની સુરગ ફેકટરીની લીધી મુલાકાતઃ કાર્યશેલીની મેળવી માહિતી

Social Share

અમદાવાદઃ ભારત અને બાંગ્લાદેશમાં ખાંડનું મોટી માત્રામાં ઉત્યાદન થાય છે. એશિયામાં સૌથી મોટી સુરગ ફેકટરી બારડોલીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે આ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. તેમજ ફેકટરીની કાર્ય શૈલીની માહિતી મેળવી હતી.

એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેકટરીની બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામે મુલાકાત લઈને સહકારીતા આધાર પર ચાલતી ફેકટરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા. બાંગ્લાદેશની સુગર ફેકટરીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેથી અહી સહકારી ધોરણે ઉત્તમ વહીવટથી સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતી બારડોલીની સુગર ફેકટરીની મુલાકાત લઈ ફેકટરીના સભ્યો સાથે મીટીંગ યોજીને અહીની કાર્યશૈલી વિશે જાત માહિતી મેળવી હતી. આ વેળા જિલ્લા પંચાયતના પ્રમખ ભાવેશભાઈ પટેલ અને ફેકટરીના વાઈસ ચેરમેન તથા અન્ય ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.