1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટણમાં પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ પકડાયો
પાટણમાં પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ પકડાયો

પાટણમાં પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ પકડાયો

0
Social Share

પાટણઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, સરકારી કર્મચારીઓ ખૂલ્લેઆમ લાંચ માગી રહ્યા છે. ઘણા લોકો એવા હોય છે. કે, કોઈ માથાકૂટમાં પડ્યા વિના લાંચની રકમ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેનારા કર્મચારીઓની હિંમત પણ વધી જતી હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા હોય છે. અને આવા જાગૃત લોકોને કારણે જ લાંચ લેનારા સરકારી કર્મચારીઓ પકડાતા હોય છે. ત્યારે પાટણના નાયબ મામલતદાર અલ્પેશ ખેરને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા.

ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB) સ્રકિય બન્યુ છે.  ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે પાટણનો નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડાયો છે.

આ કેસની વિગતો એવી છે. કે, ફરિયાદીએ ખરીદેલી જમીન એન.એ. કરાવવા માટે પાટણના નાયબ મામલતદાર અલ્પેશ ખેરનો સંપર્ક કર્યો હતો. ત્યારે નાયબ મામલતદાર ખેરે ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવાં માંગતા ન હોય ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ. આરોપી નાયબ મામલતદારે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ રકમ સ્થળ પર રૂબરૂમાં સ્વીકારતાં નાયબ મામલતદાર ACBના હાથે ઝડપાઈ ગયા હતાં. ACBએ આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એસીબીની અલગ અલગ ટીમ દ્વારા હવે નાયબ મામલતદારના ઘરે પણ સર્ચની કાર્યવાહી શરુ કરી હતી. લાંચના છટકાનુ સફળ આયોજન પાટણ એસીબી પોલીસ ઈન્સપેક્ટર એમજે ચૌધરીએ કર્યુ હતુ. લાંચમાં કોનો કોનો હિસ્સો હતો અને જે અધિક ક્લેકટર કચેરી શાખામાં ફરજ બજાવે છે, ત્યાં અન્ય કોઈ અધિકારીઓનો હિસ્સો લાંચમાં હતો કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ માટે છટકા દરમિયાનની વાતચિત અને ધરપકડ બાદ શરુ કરેલી પૂછપરછ મહત્વની બની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code