દેશી કોર્ન કે સ્વીટ કોર્ન: તમારા સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક, વાંચો
- ચોમાસામાં મકાઈ ખાવી ફાયદાકારક
- વાંચો સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે તે ફાયદાકારક
- પોષક તત્વોથી ભરપૂર છે મકાઈ
ચોમાસાની સિઝનમાં મોટા ભાગના લોકોને નવું નવુ ખાવાનું મન થાય છે. ચોમાસાની ઋતુમાં અનેક વસ્તુ ખાવાનું મન પણ થાય અને તેમાં કોઈ ખોટી વાત પણ નથી પણ સામે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. લોકો દ્વારા મકાઈ પણ ખાવામાં આવતી હોય છે ત્યારે મકાઈ પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
મકાઈને અંગ્રેજીમાં કોર્ન પણ કહેવામાં આવે છે. તો મકાઈમાં અનેક પોષક તત્વો હોય છે 100 ગ્રામ બાફેલી મકાઈમાં 96 ટકા કેલરી, ફાયબર 2. 4 ગ્રામ, ફેટ 1.5 ગ્રામ, 73 પાણી. કાર્બ્સ 21 ગ્રામ, પ્રોટીન 3.4 ગ્રામ, હોય છે જે શરીરમાં એનર્જી તો આપે છે પણ સાથે બિનજરૂરી ફેટને બર્ન કરવામાં પણ મદદરૂપ છે. જો વાત કરવામાં સ્વીટ કોર્નની તો તેમાં ખાંડનું માત્રા હોવાથીગ્લાઇસેમિક ઇન્ડિક્સ ઓછો હોય છે. આ સિવાય પ્રોટીન, મેંગનીજ, મેંગનીશિયમ, ઝિંક હોય છે.
મકાઈને ખાતા પહેલા તે પણ જાણવું જરૂરી છે કે સ્વીટ કોર્ન અને દેશી મકાઈમાં અંતર શું છે, તો સ્વીટ કોર્ન પોષક તત્વોથી ભરપુર હોય છે અને દેશી મકાઈ ઓછા પાણી અને ખોરાક સાથે 3000 જાતોમાં ઉગાડવામાં આવે છે. ડાયેટિશિયન અનુસાર સ્વીટ કોર્ન એક હાઇબ્રિડ બીજ છે જેમાં અન્ય પોષક તત્વો કરતાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે તો દેશી મકાઈમાં ફાઇબર અને પોષક તત્વો વધારે છે. સ્વીટ કોર્ન કરતાં દેશી મકાઈ વધુ સારી છે.
મકાઈમાં હાજર પોટેશિયમની માત્રા હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે અને ફોલેટ બાળકોના માનસિક વિકાસમાં મદદ કરે છે.