Site icon Revoi.in

દેશી મેસેજિંગ એપ સંવાદ ટૂંક સમયમાં લોન્ચ થશે, DRDOએ લીલી ઝંડી આપી

Social Share

નવી દિલ્હીઃ  દેશમાં હાલ સ્વદેશી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ સંવાદ 2021માં ચર્ચામાં આવી હતી. તે દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી મળેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં WhatsApp જેવી બે મેસેજિંગ એપનું બીટા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી એક એપનું નામ હતું Samvad અને બીજીનું નામ Sandes. હવે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સંવાદ એપને લીલી ઝંડી આપી દીધી છે.

ડીઆરડીઓએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે, સંવાદ એપ સુરક્ષા પરિક્ષણમાં પાસ થઈ ગઈ છે. આ એપ CDOT દ્વારા તૈયાર કરવામાં આવી છે. DRDOએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘CDoT દ્વારા વિકસિત સંવાદ એપ્લિકેશને DRDOની સુરક્ષા પરીક્ષણ અને ટ્રસ્ટ એશ્યોરન્સ લેવલ (TAL) 4 પાસ કરી છે. આ એપ Android અને iOS ઉપકરણો પર એન્ડ-ટુ-એન્ડ સુરક્ષા સાથે વૉઇસ અને ટેક્સ્ટ મેસેજિંગ પ્રદાન કરે છે.

જો તમે ઇચ્છો, તો તમે સંવાદનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે CDoTની વેબસાઈટ પર જઈને સાઈન અપ કરવું પડશે. આ માટે નામ, ફોન નંબર અને OTPની જરૂર પડશે. હાલમાં તે સામાન્ય જનતા માટે બહાર પાડવામાં આવ્યું નથી. રિલીઝ થયા પછી, તે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્સ સાથે સ્પર્ધા કરશે.

આધુનિક જમાનામાં દેશમાં કરોડો લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તેમજ વોટ્સએપ સહિતની મેસેજીંગ એપ્સનો માટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  હવે દેશમાં સ્વદેશી મેસેજીંગ એપ્સ પણ ઉપલબ્ધ થશે.