- વિશ્વની સૌથી મોટી રોલર કોસ્ટર
- સાઉદીના થીમ પાર્કમાં સ્થાપિત કરાશે
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની રાઈડ્સ જોવા મળે છે,નાની મોટી દરેક રાઈડ્સની શોખીનો મજા માણતા હોય છે ત્યારે હવે આ પ્રકારનો શોખ ધરાવતા લોકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે, જે મુજબ વિશ્વની સૌથી મોટી, સૌથી ઝડપી અને સૌથી લાંબી રોલર કોસ્ટર ફેલકન્સ ફ્લાઈટ માટેની ઉત્સુકતા પણ વધી રહી છે. સાઉદી અરેબિયાના કિડિયામાં થીમ પાર્ક બનાવવાની યોજના છે, જેમાં આ રોલર કોસ્ટર રાખવામાં આવશે.
જાણો વિશ્વની સૌથી મોટી રોલર કોસ્ટર રાઈડ્યસની ખાસિયતો
- આ થીમ પાર્ક વર્ષ 2023 માં શરૂ થનાર છે,
- આ કોસ્ટર લગભગ ચાર કિલોમીટરના અંતરને આવરી લેશે
- રાઈડ્સની કલાકની ઝડપ 250 કિલોમીટરની હશે.
- આ સિવાય આ રાઈડ્સની સૌથી રસપ્રદ વાત એ છે કે આ રાઈડ્સ તમને 525 ફૂટની ઊંડી ખીણમાં તમને ડ્રાઇવ કરાવશે.
- આ આખી સવારીનો સમયગાળો લગભગ ત્રણ મિનિટનો રહેશે
- એક વખતમાં કુલ 20 મુસાફરોને રાઈડ્સમાં બેસાડવામાં આવશે
- આ રોલર કોસ્ટરમાં પેરાબોલિક એરટાઇમ રોકર દર્શાવવામાં આવશે, જે વજન વિનાના એર ટાઇમ અનુભવ આપે છે.
- જ્યારે વર્ષ 2019 માં, જ્યારે રોલર કોસ્ટર ફેલ્કન્સ ફ્લાઇટની યોજના બધાની સામે દર્શાવામાં આવી હતી, ત્યારે એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે લોકો સવારી પર બેસીને કેટલો આનંદ માણશે.
કિડિયાના સીઈઓ ફિલિપ ગેસનું આ બબાતે કહેવું છે કે વિશ્વભરના રોલર કોસ્ટરના ચાહકો સવારી લેવા આતુર છે કારણ કે તેની જાહેરાતના સમયે જ જાહેર કરાયું હતું કે આવા રોલર કોસ્ટર બીજે ક્યાંય નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે હાલમાં અમે ડિઝાઇનિંગ મંચ પર છે.
સિક્સ ફ્લેગ્સ કિડિયા રિયાધથી 40 કિમીના અંતરે બનાવવામાં આવી રહ્યું છે, તેને બનાવવા માટે સિક્સ ફ્લેગ્સ અને કિડિયા વચ્ચે ભાગીદારી થઈ છે. થીમ પાર્કમાં વોટર પાર્ક, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, થિયેટર, હોટલ, સફારી પાર્ક, હાઉસિંગ અને ઔધોગીક જગ્યા પણ હશે.
સાહિન-