અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ 550 જેટલાં કર્મચારીઓ પેન્શનના પ્રશ્ને લોકઅદાલતમાં ગયા હતા. જ્યાં તમામને છેલ્લી અસરથી 9 ટકા વ્યાજ સાથે પેન્શનની રકમ 6 સપ્તાહમાં ચુકવવાનો શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરંતુ 8 અઠવાડિયા બાદ પણ રકમ ચુકવવામાં આવી નથી. આમ યુનિ.ના પેન્શનરોમાં નારાજગી ઊભી થઈ છે.
ગુજરાત યુનિ.ના ટીચિંગ અને નોન ટીચિંગ પેન્શનર એસોસિએશને હાયર એજ્યુકેશનના સેક્રેટરીને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, 18 જુલાઈએ અદાલતે 6 અઠવાડિયામાં જ પેન્શન ચુકવવા આદેશ કર્યો હતો. છેલ્લી અસર સાથે અને 9 ટકા વ્યાજ સાથે પેન્શન ચુકવવા અદાલતનો આદેશ છે છતાં હજુ સુધી 550 કર્મચારીઓને ચુકવણી કરવાની બાકી છે. યુનિના 550 કર્મચારીઓમાં મોટા ભાગના નિવૃત કર્મચારી છે. કેટલાકને ઉમર 80 વર્ષને વટાવી ચુકી ચુકી છે. કર્મચારીઓ પાસેથી CPF પર 15 ટકા વ્યાજ લીધું હતું પરંતુ તેમને પેન્શન પર વ્યાજ આપવાનું છે તે આપતા નથી.પેન્શનની ગણતરી પણ ખોટી કરવામાં આવી રહી છે.અત્યાર સુધી 100 જેટલા કર્મચારીઓને પેન્શનની રકમ ચુકવવામાં આવી છે. 35 કર્મચારીઓએ કન્ટેમ્પ પીટીશન દાખલ કરી હતી તેમને પેન્શન ચૂકવી દીધું છે.1982 પછીની ભરતીના 38 અને 1982 પહેલાના 25 કર્મચારીઓને પેન્શન ચૂકવી દીધું છે પરંતુ હજુ 550 થી વધુ કર્મચારીઓને પેન્શન ચૂકવવાનું બાકી છે.શિક્ષણ વિભાગ ઝડપથી નિર્ણય કરીને પેન્શન નહી ચુકવે તો એસો દ્વારા ફરીવાર અદાલતની મદદ માગવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના 550 જેટલા પેન્શનરો શિક્ષણ વિભાગના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ઘણા પેન્શનર્સ તો 75 વર્ષની વય વટાવી ચૂંક્યા છે. ત્યારે તેમને નિયમ મુજબનું પેન્શન અને એરિયર્સ ચૂકવવામાં આવે તેવી માગ ઊભી થઈ છે.