Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પર સિક્યુરિટી હોવા છતાં પોલ પરથી LED બલ્બની થતી ચોરી,

Social Share

અમદાવાદઃ શહેરમાં  રિવરફ્રન્ટ એ શહેરની શાન ગણાય છે. બહારથી આવતા પ્રવાસીઓ ફરવા માટે રિવરફ્રન્ટ જતા હોય છે. પ્રવાસીઓને માટે રિવરફ્રન્ટ પર અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત રિવરફ્રન્ટ પર આકર્ણકરીતે વીજળીના પોલ ઊભા કરીને એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે. તેથી રાતના સમયે રિવરફ્રન્ટનો અનોખો  નજારો જોવા મળતો હોય છે. દરમિયાન રિવરફ્રન્ટ પરના પોલ પરથી વીજળીના કિંમતી બલ્બની ચોરીની ઘટના બના રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર સિક્યરિટીના જવાનોનો પહેરો ગોઠવ્યો છે. લાખોના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પણ અપાયેલો છે. આમ સિક્યુરિટીનો પહેરો હોવા છતાંયે બલ્બોની ચોરીના બનાવો બની રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રિવરફ્રન્ટ પરથી સ્ટ્રીટ લાઇટના બલ્બ કોઇ ચોરી ગયું છે. આ સ્થિતિ સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધીની છે. આ ઘટનાથી સિક્યુરિટીની સામે પણ સવાલ ઊભા થયા છે. સિક્યુરિટીની આવી બેદરકારી સામે AMC પેનલ્ટી વસુલ કરી રહી છે. વર્ષ 2014 થી અત્યાર સુધી સિક્યુરિટી એજન્સી પાસેથી 41 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. છતા પણ સિક્યુરિટી ઉંઘતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

શહેરના સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ ઉપર સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ થઈ રહ્યાં છે. સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ થયેલા જોવા મળ્યા હતા. એક તરફ સંખ્યબંધ સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ થઈ રહ્યા છે. અને બીજી તરફ રિવરફ્રન્ટની સિક્યુરિટી ઊંઘતી ઝડપાઇ છે. સિક્યુરિટીની આવી બેદરકારી સામે મ્યુનિ.ના સત્તાધિશો જાગ્યા છે. એએમસી પેનલ્ટી વસુલ કરી રહી છે. 2014 થી અત્યાર સુધી સિક્યુરિટી એજન્સી પાસેથી 41 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે , એક સમયે રિવરફ્રન્ટ ઉપર સૌથી વધુ આકર્ષિત બનેલી ઝીપ રાઈડને ઉતારી લેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અગાઉ ઝીપ રાઈડ વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવી હતી. જો કે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષોથી યથાવત રહેતા જર્જરિત બન્યું હતુ. AMC એ કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી છે. લાખોના ખર્ચે તૈયાર થયેલી ‘ઝીપ લાઈન’  ભંગાર બની ગઈ છે. 9-9 વર્ષ થયા છતાં હાલત ઠેરની ઠેર છે. સી પ્લેનને કારણે ઝીપ લાઈન રાઈડ બંધ કરવામા આવી હતી. સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડને બંધ કરવામાં આવી હતી. પરંતું મહત્વનું છે કે, સી પ્લેન એકવાર ઉડ્યા પછી પાછુ આવ્યુ જ નહિ. રિવરફ્રન્ટ પર પશ્ચિમથી પૂર્વ કાંઠે જવા માટે આ ઝીપ લાઈન રાઈડ શરૂ કરવામાં આવી હતી. જેનો લ્હાવો અનેક લોકોએ લીધો હતો.