1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શ્વાન ખસિકરણ પાછળ કરોડો રૂપિયોનો ખર્ચ છતાં પ્રતિદિન 464 લોકોને કૂતરા કરડે છે
ગુજરાતમાં શ્વાન ખસિકરણ પાછળ કરોડો રૂપિયોનો ખર્ચ છતાં પ્રતિદિન 464 લોકોને કૂતરા કરડે છે

ગુજરાતમાં શ્વાન ખસિકરણ પાછળ કરોડો રૂપિયોનો ખર્ચ છતાં પ્રતિદિન 464 લોકોને કૂતરા કરડે છે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાંયે કૂતરાઓની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેથી કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1,96,261 બનાવો બન્યા હતાં.એટલે રાજયમાં દરરોજ 464 લોકો કુતરા કરડવાનો ભોગ બને છે. સમગ્ર દેશમાં કૂતરા કરડવામાં ગુજરાત પાંચમા નંબરે છે. જેની ગણત્રી કરીએ તો રાજ્યમાં રોજના 464 લોકોને અને પ્રતિ કલાક 19 લોકોને સરેરાશ કૂતરા કરડે છે.

લોકસભામાં પુછાયેલા એક સવાલનાં જવાબમાં દેશના હેલ્થ અને ફેમિલીવેલ્ફેર મંત્રી સત્યપાલ સિંગ બઘેલે દરેક રાજ્યોમાં કૂતરા કરડવાના બનાવોની માહિતી આપી હતી. જો કે, કુતરા કરડવાના બનાવોમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો છે. આંકડા અનુસાર 2020 માં 4.31 લાખથી ઘટીને 2021 માં 1.92 લાખ થઇ ગયો હતો. અને વર્ષ 2022 માં તે ઓર ઘટીને 1.69 લાખ થઇ ગયો છે. સરકાર દ્વારા મહાનગરોમાં રખડતા કૂતરાની સંખ્યામાં ઘટાડો કરવા માટે ખસીકરણ કરવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં અમદાવાદ સિવાયના શહેરોમાં કુતરા કરડવાની ઘટનામાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ અમદાવાદમાં કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે. એએમસીના અધિકારીક આંકડાઓ પરથી સંકેત મળે છે કે, 2022 માં કુતરા કરડવાના કુલ 58 હજાર કેસ નોંધાયા હતા. 2021 માં 51000 ઘટનાઓ કરતા 7500 વધારે હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એએમસી દ્વારા પ્રતિ વર્ષ કુતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ વેક્સિન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોવા છતા સરકાર અને કોર્પોરેશ તંત્ર બંન્ને રખડુ કુતરા બાબતે નિષ્ફળ રહેતા હોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે.
કૂતરા કરડવા બાબતે દેશના પાંચ રાજ્ય (પ્રતિકલાકના દરે)માં નોંધાતા કેસોમાં મહારાષ્ટ્ર – 45, તમિલનાડુ – 42, આંધ્રપ્રદેશ – 22, ઉત્તરપ્રદેશ – 22, ગુજરાત – 19નો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code