1. Home
  2. ગુજરાતી
  3. ધોરણ 10માં બધા વિષયોમાં ઝીરો માર્ક છતા 100 વિદ્યાર્થીઓને પાસ કરવા પડ્યા
ધોરણ 10માં બધા વિષયોમાં ઝીરો માર્ક છતા 100 વિદ્યાર્થીઓને પાસ કરવા પડ્યા

ધોરણ 10માં બધા વિષયોમાં ઝીરો માર્ક છતા 100 વિદ્યાર્થીઓને પાસ કરવા પડ્યા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરાનાને લીધે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પણ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ધો. 9ના માર્ક્સ તેમજ ધો 10ની આંતરીક પરીક્ષાના માર્કસ, વગેરેને આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 100 વિદ્યાર્થીઓ એવા છે, જેમણે એક પણ વિષયમાં કોઈ જ માર્ક મેળવ્યા વગર પર બોર્ડ પાસ કરી દીધા છે. 100 વિદ્યાર્થીઓને બોર્ડે 198 ગ્રેસ માર્ક આપી પાસ કર્યા છે. હવે જો ગણતરી બેસાડીએ તો ધો. 10માં બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને પોતાના 6 વિષયમાં 33 માર્ક લેવાના હોય છે. તેવામાં જ્યારે જો બોર્ડે આ વિદ્યાર્થીઓને 198 ગ્રેસ માર્ક આપ્યા છે તો તેનો અર્થ એ થયો કે આ વિદ્યાર્થીઓએ શું ખરેખર 6માંથી એક પણ વિષયમાં પોતાની જાતે એક પણ માર્ક મેળવ્યો નથી? ખરેખર આંચકા જેવી વાત છે.

રાજ્યમાં કોરોનાને લીધે દો. 10ની પરીક્ષા લઈ શકાય તેવી સ્થિતિ નહતી. જેના લીધે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.  જેમાં પરિણામ નક્કી કરવા માટે વિદ્યાર્થીઓના ધો. 9ના પરિણામ આધારે 40 ટકા, ધો. 10ની યુનિટ પરિક્ષાઓના આધારે 40 ટકા અને આંતરિક મુલ્યાંકનના 20 ટકાના આધારે માર્ક્સ આપવામાં આવ્યા છે. હવે અહીં મોટી રહસ્યની વાત એ છે કે આ આધારે તો પેલા 100 વિદ્યાર્થીઓએ એવું તો કેટલું ખરાબ પ્રદર્શન કર્યું હશે કે ધોરણ 9નું પરિણામ અને ધોરણ 10ની યુનિટ પરીક્ષાઓના પરિણામના આધારે પણ તેમને કોઈ ગુણ મળ્યા નથી અને જેના કારણે બોર્ડે તેમને તમામ 6 વિષયામાં ગ્રેસ માર્ક આપવા પડ્યા છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને 198 ગ્રેસ માર્ક આપવાનો અર્થ થાય છે કે તેમણે ધોરણ 9ની પરીક્ષા અને ધોરણ 10ની યુનિટ પરીક્ષાઓમાં એક પણ વિષયમાં એક માર્ક મેળવ્યો નથી. જોકે આ ન બની શકે તેવી વાત છે કારણ કે સાવ ઠોઠમાં ઠોઠ છોકરાને પણ પરીક્ષામાં 4-5 માર્ક તો આવી જ જતા હોય છે. જોકે આ કિસ્સામાં બીજી એક શક્યતા હોઈ શકે છે કે વિદ્યાર્થીઓએ ફક્ત સ્કૂલમાં દાખલો લીધો હોય અને તેઓ ક્યારેય સ્કૂલમાં ગયા જ ન હોય.

બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં આ વર્ષે ધો. 10ના કુલ વિદ્યાર્થીઓ પૈકી 45000 વિદ્યાર્થીઓને 60થી 100 જેટલા ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. જ્યારે 1.6 લાખ જેટલા વિદ્યાર્થીઓને 60 માર્ક સુધી ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈને કુલ મળીને 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code