Site icon Revoi.in

બનાસકાંઠાના ગામડાંમાં તલાટી ક્યારે મળશે તે નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવી પડશે

Social Share

પાલનપુરઃ જિલ્લાનો ગામડાંઓમાં તલાટીઓ હાજર રહેતા નહોવાની ઘમા સમયથી ફરિયાદો ઉઠી છે. એક તલાટી પાસે બેથી ત્રણ ગામડાંનો ચાર્જ હોવાથી તલાટી ક્યારે આવે છે, તે ગામના લોકોને જાણ હોતી જ નથી. આથી ગ્રામજનોને પરેશાની ભાગવવી પડે છે. તલાટી કમ મંત્રીઓની  સેજામાં ગેરહાજરી  બાબતે અનેક ફરિયાદો જિલ્લા વિકાસ અધિકારીને  મળતી હતી. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી તલાટીઓને સૂચના આપવામાં આવી છે. પોતાના ફરજની ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ  ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવું રહેશે.

જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ગ્રામપંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટીના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રી આ નક્કી કરેલા દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે. જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનિક જાણ કરી શકાશે. તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને મળેલી ફરિયાદોની વિગત દર માસની ૫ મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તલાટી ગામના લોકોને મળતા જ નથી. મોટાભાગની પંચાયત ઉપર ખંભાતી તાળા લગાડેલા હોય છે. ખેતરમાં રહેતા નાગરિકો પોતાના પંચાયતના કામ માટે ગ્રામ ગ્રામપંચાયત સ્તરે આવે છે. પરંતુ તલાટી હાજર ન રહેતા કામ કરાવ્યા વિના જ પરત ફરવું પડે છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી મોટી સમસ્યા બનાસકાંઠા જિલ્લો વેઠી રહ્યો હતો. જે બાબતને ગંભીરતાથી લઇ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તલાટી સામે એક્શન મોડમાં છે. તમામ તલાટી હવે પોતાના ફરજ પર નિયમિત સમય હાજર રહે અને તેની વિગત જિલ્લા સ્તર સુધી પહોંચે તે માટે નોટિસ બોર્ડ પર તમામ બાબતો વિગત રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. જોવાનું એ રહેશે કે જિલ્લા વિકાસ અધિકારીના કડક વલણ બાદ ફરજ પર ગુલ્લી મારતા તલાટીઓ ગ્રામપંચાયતમાં હાજર મળે છે કે કેમ ?