Site icon Revoi.in

રતનપુર ચેકપોસ્ટ પાસેથી 4.50 કરોડની રોકડ રકમ સાથે 2ની અટકાયત

Social Share

બનાસકાંઠાઃ ગુજરાત-રાજસ્થાનની રતનપુર ચેકપોસ્ટ પાસેથી પોલીસે 4.50 કરોડની રોકડ રકમ સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ રકમ દિલ્હીથી ગુજરાતમાં લવાતી હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાતમાં દારૂબંધીને પગલે પોલીસ સતર્ક બની છે અને અન્ય રાજ્યમાંથી ઘુસાડવામાં આવતા દારૂના જથ્થાને ઝડપી લેવા માટે વિવિધ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે છે. દરમિયાન રાજસ્થાન-ગુજરાતની રતનપુર ચેકપોસ્ટ પાસે પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી હતી. ત્યારે શંકાના આધારે એક કારને અટકાવી હતી. તેમજ કારની તપાસ કરતા અંદરથી રૂ. 4.50 કરોડની રોકડ રકમ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી હતી. તેમજ રોક્ડ ક્યાંથી ક્યાં લઈ જવાતી હતી. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ રોકડ દિલ્હીથી ગુજરાત લઈ જવાતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.