વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન. સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરાજ્ય મેગેઝિનના સંપાદકીય નિર્દેશક રાઘવન જગન્નાથનજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત કરવામાં આવ્યાં સુકેતુ શાહ (Print Media, Senior Reporter, Sandesh), કલ્પક કેકરે (Electronic Media, Channel Head, TV 9 Gujarat), ભરત પંચાલ (Digital Media, Bureau Chief, E TV Bharat, Digital Portal), સૌરભ શુક્લ ((Radio, Creative Content Producer, Gujarat, Radio City), અજય ઉમટ (વિશિષ્ટ સન્માન, Group Editor, Ahmedabad Mirror & Navgujarat Samay) વિકાસ ઉપાધ્યાય (વિશિષ્ટ સન્માન, Residential Editor, Damanganga Times)
ને સન્માનિત કરવાંમાં આવ્યા. આ પ્રસંગે ભારતીય ચિત્ર સાધના દ્વારા આગામી 23,24,25 ફરવરી 2025ના રોજ પંચકુલા, હરિયાણામાં યોજાનારા ૫મા ફિલ્મ ફેસ્ટીવલના પોસ્ટરનું અજીતભાઈ શાહ (ટ્રસ્ટી, ભારતીય ચિત્ર સાધના) તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ રાઘવન જગન્નાથજીએ (સંપાદકીય નિર્દેશક, સ્વરાજ્ય પત્રિકા) કહ્યું કે આજના સમયમાં પત્રકારત્વ ખાસું બદલાઈ ગયું છે. આજના સમયમાં જર્નાલીસ્ટને મલ્ટીમીડિયામાં મહારથ હાસિલ કરાવે પડશે સમાચાર અલગ અલગ ફોરમેટમાં આપવા પડશે. પત્રકાર તરીકે માત્ર ફેક ન્યુઝ નહી ફેક નેરેટિવ્સને પકડવા જોઈએ એને નિરસ્ત કરવું જોઈએ. ભારતને લિંચિસ્તાન બનાવવાની કોશિશો થઈ તેવા સમય વાચક સમક્ષ રજૂઆત કરીને સત્ય જણાવવા નું કામ જર્નાલીસ્ટનું છે. આવું જ કોવિડ દરમિયાન થયું આપણા દેશે અમેરિકા જેવા વિશ્વના વિકસિત દેશો કરતા સારી રીતે મહામારીને અટકાવી છે.
એક જ ન્યુઝને જુદા જુદા ફોર્મેટમાં રજૂ કરવાનું પણ શીખવું જોઈએ. આજકાલ સોશ્યલ મિડિયા મેઈન સ્ટ્રીમ મિડિયા બની ગયા છે બાકીના સાઈડ મિડિયા બની ગયા છે. જે પત્રકારત્વ ભણે છે તેમણે કોઈ એક વિષયમાં નિષ્ણાત બનવું જોઈએ. આજે નિષ્ણાત હોવું ખુબ આવશ્યક છે. પત્રકારે પોતે એક બ્રાન્ડ બનવું જોઈએ. આજકાલના વાંચક દર્શક એક જ ફોર્મેટ નથી જોતો તેથી એનું ધ્યાન રાખીને પત્રકારત્વ થાય એ જોવાની આવશ્યકતા છે.
કાર્યક્રમના અધ્યક્ષ માન. ડૉ. જયંતિભાઈ ભાડેસિયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક, રા.સ્વ.સંઘ) પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વ સાથે જોડાવું એ ક્રમ ચાલે છે ત્યારે નારદ જયંતિ નિમિત્તે પત્રકારોનું સન્માન એ નારદીય પરંપરાનું સન્માન છે. માતૃભાષા અને એને લગતા વિષયો અગત્યના છે એ આપણને સ્વ સાથે જોડે છે. પત્રકારત્વના સાધનો બદલાયો છે પણ વ્યક્તિ નથી બદલાયો.
સમાચાર જગતમાં સાચી વાત સકારાત્મક વાતનું મહત્વ છે, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની યોગ્ય ટીકા કરીને સાચી વાત જણાવવી આવશ્યક છે. શાશ્વત બાબતોને સાથે રાખીને પરિવર્તન સ્વીકાર કરવો જોઈએ. શાસ્ત્રોએ પણ નકારાત્મકતાનો વિરોધ કર્યો છે. આજે અરાષ્ટ્રીય તત્વો વિદેશી શક્તિઓ દ્વારા રાષ્ટ્રને નબળુ કરવા પ્રયાસ ચાલતો રહ્યા છે ત્યારે પત્રકારનું કાર્ય મહત્વપૂર્ણ છે. આપણે આપણું મૂળ ન ભૂલવું જોઈએ. હમેશા સીખતા રેહવું જોઈએ. યોગ્ય સમય, યોગ્ય વ્યક્તિની યોગ્ય ટીકા કરીને પણ સાચી સમાજ સુધી પહોચાડવાનું કામ પત્રકારનું છે. ડૉ. જયંતિભાઈએ સુચન કર્યું કે ટીવી ડીબેટ આદિની પ્રસ્તુતિમાં સુધારા કરવાનું કામ પણ આપણામાં ના પત્રકાર બંધુઓએ કરવું જોઈએ. આજે સમાચાર માધ્યમોના માધ્યમથી સમાજની દિશા બદલવાનું કામ સંગઠિત રીતે ચાલે છે. જેમાં અરાષ્ટ્રીય તત્વો, વિદેશી અજેન્સીઓ ખુબ બધું કામ કરતી હોય છે. ત્યારે સમાજના પ્રહરી આહિયા બેઠેલા આ બધા લોકોએ બનવું પડશે. આપણે બધાએ આ વિષયમાં સમાજને સંસ્કારિત કરવાનું કામ કરવું પડશે.