Site icon Revoi.in

દેવભૂમિ દ્રારકામાં થાય છે ‘સ્ત્રી હિંસા પખવાડિયા’ની ઉજવણી – જાણો આ કાર્યક્રમનો હેતુ

Social Share

દેશમાં મહિલાઓને લઈને અનેક  કાર્યો થઈ રહ્યા છે, મહિલાઓ અનેક મોરચે હવે આગળ વધતી જોવા મળી રહી છે,ત્યારે મહિલાઓને માનસીક મનોબળ પુરુ પાડવા માટે પણ સમગ્ર દેશના છેવાડાઓમાં અનેક નાના મોટા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જે હેઠળ કિશોરીઓ અને મહિલાોને શિક્ષણમાં આગળ વધવાથી લઈને  હિંસા સામે અવાજ ઉઠાવા માટે અનેક રીતે મનોબળ પુરુ પાડવામાં આવે છે.

ત્યારે આવું જ કાર્ય હાલ ગુજરાતના દ્રારકા પાસે પણ થઈ રહ્યું છે, જ્યા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ  ચલાવવામાં આવી રહ્યા  છે. આ કાર્યક્રમ  છેવાડાના ગામની બહેનો અને કિશોરીઓ સાથે શિક્ષણ, સંગઠન અને સમાનતાનું કાર્યનું બીડુ ઉપાડે  છે.હાલમાં જ આ અંગેનો એક કાર્યક્મ યોજાયો હતો,આ કાર્યક્રમાં જિલ્લા સંકલન અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જિલ્લા રિસોર્સ પર્સન દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

બહેનોએ પ્રતિજ્ઞા લીધીલ કે અમે અમારી દીકરીઓને ભણાવીશું તથા  મહિલાના આરોગ્ય વિષે હાલના કોરોનાની મહામારીમાં સચેત રહેવા તેમજ કુપોષણ જેવી અન્ય બીમારીઓથી દુર રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્ટોબર઼ વર્ષ 2016 થી ખંભાળિયા કલ્યાણપુર, ભાણવડ તથા દ્વારકા તાલુકામાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. હમણાની વાત કરીએ તો ચાર તાલુકાનાં 225 ગામોની 6 હજારથી પણ વધુ ગ્રામ્ય  વિસ્તારની બહેનો સાથે શિક્ષણ દ્વારા સશક્તિકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

જાણો આ કાર્યક્રમની કામગીરી 

શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે તાજેતરમાં અહી સ્ત્રી હિંસા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચાર તાલુકાની 102 બહેનો સ્ત્રી હિંસા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ કાર્યક્મમાં ઊપસ્થિત રહયા હતા

મહિલા અને હિંસાના મુદ્દે  આ કાર્યક્મમાં વાત કરવામાં આવી હતી, હિંસા એટેલે શું? તથા હિંસાના પ્રકારો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મહિલા લક્ષી કાયદાઓ અંગે ઘરેલું હિંસા ભરણ-પોષણનો કાયદો, દહેજોનો કાયદો તેમજ મહિલાઓના હક તેમજ અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવનનું મુલ્ય શિક્ષણથી અનેક મહિલાઓ જોડાય તે છે .

સાહિન-