અમદાવાદઃ દેવભૂમિ દ્રારકામાં ખેતરમાં ટીસી ઉપર રીપેરિંગ કરતી વખતે શ્રમજીવીને કરંટ લાગ્યો હતો. તેને બચાવવા જતા બીજી વ્યક્તિને પણ કરંટ લાગ્યો હતો. આમ બે વ્યક્તિઓના મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોત થયું હતું. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં વીજ કરંટની વધુ એક ઘટનામાં બાળકીનું મોત થયું હતું, ખેતરમાં પડેલા ખુલ્લા વીજવાયરને અડી જતા બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળે છે. કલ્યાણપુર તાલુકામાં વીજ કરંટથી એક બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં એક ખેતરમાં બે વ્યક્તિઓ ટીસી ઉપર રિપેરિંગ કરતા હતા. દરમિયાન એક શ્રમજીવીને કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા જતા તેના સાથીદારને પણ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બંનેના મોત થયાં હતા. બે શ્રમજીવીના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઉપરાંત તુટીને જમીન ઉપર પડેલા ખુલ્લા વીજ વાયરને અડી જતા એક બાળકનું મોત થયું હતું. કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત થયું છે. બાળકી ખેતરમાં રમતી હતી અને એ વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું.