1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં બાંધકામની સાઈટ પર મચ્છરોના પોરા મળશે તો વિકાસ પરવાનગી રદ કરાશે
ગાંધીનગરમાં બાંધકામની સાઈટ પર મચ્છરોના પોરા મળશે તો વિકાસ પરવાનગી રદ કરાશે

ગાંધીનગરમાં બાંધકામની સાઈટ પર મચ્છરોના પોરા મળશે તો વિકાસ પરવાનગી રદ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ વરસાદી સીઝનમાં યોગ્ય તકેદારી રાખવામાં ન આવો તો મચ્છરનો ઉપદ્રવ વધી જતા હોય છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને શહેરની તમામ બાંધકામ સાઈટ પર મચ્છરોના પોરા મળશે. તો વિકાસ પરવાનગી રદ કરવાની ચીમકી આપી છે, તેમજ મ્યુનિ.ના આરોગ્ય વિભાગને પણ મચ્છરોના ઉપદ્રવ સામે તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં ચોમાસા દરમિયાન બાંધકામ સાઇટોમાં પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોના ઉત્પત્તિના કેન્દ્ર બની રહ્યા છે. મહાનગરપાલિકાની આરોગ્ય સાઇટ દ્વારા વારંવારની સૂચના અને ચેકીંગ તેમજ દંડ સહિતની કાર્યવાહી છતાં બાંધકામ સાઇટમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે દરકાર રાખવામાં આવતી નથી, જેથી હવે મહાનગરપાલિકા દ્વારા બીજીવખત મચ્છરોનું બ્રિડીંગ મળી આવશે તો આવી બાંધકામ સાઇટની વિકાસ પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના સંક્રમણમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ સમાવાયેલા નવા વિસ્તારોમાં હાલમાં 230 જેટલી બાંધકામ સાઈટમાં બાંધકામની પ્રવૃત્તિ ચાલુ છે, મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થતી વૃદ્ધિ પાછળના જવાબદાર કારણો પૈકી બાંધકામ સાઈટ પર વરસાદના પાણીના ભરાવાના કારણે થતો મચ્છરનો ઉપદ્રવ મુખ્ય કારણ છે.આ સાઇટ્સ પર સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સાઈડને નોટિસ થતા દંડની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ બાંધકામ સાઈટની કામગીરીમાં કોઈ સુધારો જોવા મળતો નથી. આથી આ ચોમાસાની સિઝનમાં જો એક જ બાંધકામ સાઈટ કે જેને નોટિસ અથવા દંડ કરેલ હોય તેના પર પુનઃ મચ્છરોનું બ્રિડિંગ જોવા મળશે તો મહાનગરપાલિકા દ્વારા GPMC એકટ ની કલમ 316નો ઉપયોગ કરીને રોગચાળાને નાથવા સંબંધિત સાઈટને દંડ ઉપરાંત તેની વિકાસ પરવાનગી 30 નવેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવશે તેમજ સંબંધિત બાબતની જાણ ક્રેડાઈને પણ કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ વાવોલ તેમજ સરગાસણ વિસ્તારમાં આવેલી 5 જેટલી બાંધકામ સાઈટ્સને કુલ રૂ. 1 લાખથી વધારેનો દંડ તેમજ સહજાનંદ સફલ સાઈટ સીલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ વર્ષે બાંધકામ સાઇટ્સની કામગીરીમાં કોઈ સુધારો થયો નથી. બાંધકામ સાઈટને 5 કે 10 હજારના દંડથી કોઈ ફેર પડતો નથી અને પોતાની મનમાની કરતી જોવા મળે છે. જેથી હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code