Site icon Revoi.in

જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુએ ચાર કિલો સોના અને ત્રણ કિલો ચાંદીનું દાન કર્યું

Social Share

દિલ્હી – ભગવાન જગન્નાથના એક ભક્તએ વસંત પંચમી નિમિતે મંદિરમાં ચાર કિલોગ્રામથી વધુ સોનું અને ત્રણ કિલોગ્રામથી વધુ ચાંદીના આભુષણ ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથને દાન કર્યા હતા. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનએ આ અંગે માહિતી આપી હતી.

શ્રદ્ધાળુના એક પ્રતિનિધિએ એસજેટીએના પ્રમુખ કૃષ્ણ કુમાર સાથે મુલાકાત કરી અને આ કિંમતી આભુષણ તેમને મંદિર કાર્યાલયમાં આપ્યા. આ દરમિયાન મેનેજમેન્ટ કમિટીના કેટલાક સભ્યો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કુમારે કહ્યું કે, શ્રદ્ધાળુએ વિનંતી કરી હતી કે, તેનું નામ જાહેર ન થાય કારણ કે તેઓ આ દાન માટે પ્રચાર કરવા માંગતા ન હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ 4.858 કિલો સોના અને 3.867 કિલો ચાંદીના આભુષણ છે. તેમણે જણાવ્યું કે, આ બધા આભૂષણ ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ અનુસાર બનાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ વિશેષ પૂજા પ્રસંગે કરવામાં આવશે. સોનાના આભૂષણોમાં શ્રીમુખ અને પદ્મ સામેલ છે, જે ત્રણેય મૂર્તિઓ માટે છે.

દેવાંશી-