આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે – અત્યાર સુઘી 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી
- ચારઘામ યાત્રાને લઈને ભક્તો ભઆરે ઉત્સાહીત
- 2.50 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
દિલ્હીઃ- ચારધામ યાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિતેલા વર્ષે પણ મોટા પ્રમાણમાં યુવાઓએ યાત્રા કરી હતી ત્યારે આ વખતે પણ યુવાઓનું આકર્ષમ વધી રહ્યું છે ખાસ કરીને ઉત્તરાખંડના કેદારનાથ પર યુવાઓની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે હવે વર્ષ 2023 દરમિયાન ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા પર આ વખતે ભક્તોની ભારે ભીડ જોવા મળશે.
આ યાત્અરા માટે ત્યાર સુધીમાં 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી છે. 22 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે જ ચાર ધામ યાત્રા શરૂ થશે. કેદારનાથના દરવાજા 25મીએ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 27મી એપ્રિલે ખુલશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગંગોત્રી-યમુનોત્રીના પોર્ટલ 22 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવશે. બીજી તરફ કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખુલશે.
મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા અધિકારીઓએ આપેલી જદાણકારી પ્રમાણે રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રે યાત્રાની તૈયારીઓ તેજ કરી દીધી છે. જિલ્લા પ્રશાસને કેદારનાથ ધામ અને કેદારનાથ પદયાત્રાના માર્ગ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે. જેથી કરીને રસ્તો સરળ બને.
tags:
Chardham Yatra