Site icon Revoi.in

મહાશિવરાત્રિ પર બ્રજના આ મંદિરમાં શિવના ગોપી સ્વરૂપને જોવા માટે એકઠી થાય છે ભક્તોની ભીડ

Social Share

આમ તો બ્રજને ભગવાન કૃષ્ણ અને રાધારાણીની લીલા નગરી કહેવામાં આવે છે, પરંતુ અહીં મહાદેવે દ્વાપર યુગમાં પણ લીલાઓ કરી છે.કહેવાય છે કે,એક વખત મહાદેવ ગોપીના રૂપમાં બ્રજમાં પહોંચ્યા હતા.મહાદેવનું આ સ્વરૂપ આજે પણ વૃંદાવનમાં છે.તે ગોપેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.અહીં મહાદેવની મૂર્તિને મહિલાઓની જેમ સોળ શૃંગાર કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે,વિશ્વનું આ એકમાત્ર મંદિર છે જ્યાં મહાદેવ મહિલાના રૂપમાં બિરાજમાન છે. દેશભરમાંથી વૃંદાવન આવતા ભક્તો આ મંદિરમાં આવી મહાદેવના આ અનોખા રૂપના દર્શન કરે છે.મહા શિવરાત્રીના દિવસે આ મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગે છે.

ગોપેશ્વર મહાદેવનું આ મંદિર વૃંદાવનના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે.મંદિરમાં હાજર શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા કરવામાં આવી હતી.વ્રજનાભ મથુરાના રાજા હતા અને તેમના નામ પરથી મથુરા પ્રદેશને બ્રજમંડળ કહેવામાં આવે છે.તેમણે મહારાજ પરીક્ષિત અને મહર્ષિ શાંડિલ્યની મદદથી સમગ્ર બ્રજ મંડળની પુનઃસ્થાપના કરી હતી અને કૃષ્ણજન્મભૂમિ ખાતેના મંદિર સહિત અનેક મંદિરો બ્રજમંડલમાં બંધાયા હતા.ગોપેશ્વર મહાદેવનું મંદિર આમાંનું એક છે.આ મંદિરમાં આજે પણ શિવનું ગોપી સમાન જ સોળ શૃંગાર કરવામાં આવે છે.ત્યારબાદ જ તેનું પૂજન થાય છે.