Site icon Revoi.in

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા, ગુરૂવારે કેજરીવાલ આવશે

Social Share

વડોદરા :  હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ – વિદેશના તેમના લાખો હરિભક્તો મોટી સંખ્યામાં સોખડા ખાતેના મંદિરે પહોંચ્યા છે, અને સ્વર્ગસ્થના પાર્થિવ દેહની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે.  હરિધામ સોખડાના મંદિરમાં દર્શન કરવા આવેલા અનેક ભક્તો મહારાજના દિવ્ય દેહને જોઈને પોતાના આંસુ રોકી શક્તા નથી. આજથી વિવિધ પ્રદેશોના ભક્તો માટે દર્શન શરૂ કરાયા છે.

હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન ભક્તો માટે શરૂ કરાયા છે. સવારથી જ સોખડા મંદિરમાં ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યું છે. તો બીજી તરફ, હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો પણ આવશે. આવતીકાલે ગુરુવારે મંત્રી સૌરભ પટેલ દર્શન કરવા આવશે. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આવતીકાલે મહારાજના દર્શન કરવા આવશે. તેમજ શુક્રવારે મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા મહારાજના અંતિમ દર્શન કરશે. 31 જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દર્શન કરવા આવશે.

તો બીજી તરફ, પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. આવામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ દર્શન કરવા આવશે.

(PHOTO-FILE)