Site icon Revoi.in

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે.લાખો માઇભક્તો પદયાત્રા કરીને માં અંબા ના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ  અંબાજી પહોચી રહ્યા છે.  દાતા અંબાજી રૂટ પર આવેલા ત્રિશુળિયા ઘાટ પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે. પદયાત્રીઓ માથે ગરબો લઈ માની આરતી ના કરતા કરતા તેમજ લાખોમાં ભક્તો જય અંબે નારાથી સમગ્ર અરવલ્લીના પહાડોને ગજવી રહ્યા છે.

ભાદરવી પૂનમ મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે. સાત દિવસના આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તોએ મા જગતજનની જગદંબાના દર્શનનો લાભ લીધો છે. ત્યારે હવે ભાદરવી પૂનમનો આ મહાકુંભ અંતિમ ચરણમાં છે. આવતીકાલે આ મહામેળાની પૂર્ણાહુતી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અને સંઘો લઈને મા જગતજનની અંબાના ધામે પહોંચ્યા છે. તમામ રોડ રસ્તાઓ માઇભક્તોથી ઉભરાયા છે. તો મા જગતજનની અંબાના ધામમાં ચારેબાજુ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મા જગતજનની અંબાના મંદિરની દર્શન જવાની રેલીંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ધામે દર્શનાર્થ પહોંચી રહ્યા છે.  જેમાં દાતા અંબાજી રોડ પર આવેલા ત્રિશુળીયા ઘાટ પર માનવ સાંકળ જોવા મળી હતી. લાખો પદયાત્રીઓ બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે અરવલ્લીની ગિરિમાળાના પહાડો ગજવી રહ્યા છે. ઘણાબધા ભાવિકો અંબાજી પહોંચી ગયા છે. જ્યારે ઘણા કેટલાક પદયાત્રીઓ માનતા પુરી કરવામાં માટે માથા પર માતાજી ગરબો તો કોઈ ભક્ત માતાજીની માંડવીઓ લઈ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. જય અંબે મિત્ર મંડળ પાલનપુર દ્વારા છેલ્લા 18 વર્ષથી પગપાળા સંઘ યાત્રા લઈને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે જેમાં તેમના હાથે 101 મીટર ની ધજા લઈ માંઅંબાના ધામે પહોંચશે જય અંબે મિત્ર મંડળ પાલનપુર 125 થી વધુ સભ્યો સાથે એમાં અંબા ના ધામે યાત્રાએ નીકળ્યા હતા.