Site icon Revoi.in

ભગવાન શિવના ધામ કેદારનાથ જતા ભક્તોને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે મંજૂરી અપાઈ

Social Share

દહેરાદૂનઃ-  શિવના ધામ કેદારનાથમાં લાખો ભક્તો દરવર્ષે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે હવે કેદારનાથ જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જણકારી પ્રમાણે હવે ભક્તોને કેદારનાથના ગર્ભગૃહમાં પણ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  કેદારનાથના દ્વાર 25 એપ્રિલે સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. શરૂઆતથી જ હજારો ભક્તો બાબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. ખરાબ હવામાન હોવા છતાં જ્યાં પહેલા દરરોજ આશરે 25 હજાર શ્રદ્ધાળુઓ પહોંચતા હતા ત્યાં હવે યાત્રામાં ભારે ઘટાડો થયો છે. આ દિવસોમાં લગભગ આઠ હજાર ભક્તો કેદારનાથના દર્શન માટે પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં બદરી-કેદાર મંદિર સમિતિએ ભક્તોને ગર્ભગૃહની અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે.

અહીં આવતા તમામ ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ અગિયારમા જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે  અને પૂજા અર્ચના પણ કરી શકે. આ અગાઉ ભક્તોને હોલમાંથી બાબા કેદારનું સ્વયંભૂ લિંગ બતાવવામાં આવ્યું હતું. બદરી-કેદાર મંદિર સમિતિએ આ નિર્ણય યાત્રામાં પડતી ખામીને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો છે.
આ બાબતે બદરી-કેદાર મંદિર સમિતિએ સભામંડપમાંથી જ અગિયારમા જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. જેથી તમામ મુસાફરો સારી રીતે દર્શન કરી શકે અને કોઈ અવ્યવસ્થા ન રહે. આ સાથે, માત્ર વીઆઈ અને હેલિકોપ્ટર દ્વારા આવતા મુસાફરોને જ ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે યાત્રાઓ ઓછી થવા લાગી છે, રોજેરોજ આવતા યાત્રાળુઓની સંખ્યા 8 હજાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કેદારનાથમાં મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.