- ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય
- કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા પગલે લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ સ્વામિનારાયણ મંદિર સહિતના અનેક મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર પણ હવે ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 30મી એપ્રિલ સુધી જગત મંદિર ભક્તોના દર્શન માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરો ઉપરાંત ગ્રામિણ વિસ્તારમાં પણ કોરોના વકર્યો છે. જેથી કોવિડ હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. તેમજ કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં કોરોનાનીસ્થિતિ વણસતા દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. દ્રારકાધીશ મંદિર ભક્તો માટે તા. 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ સહિતના અન્ય દેવસ્થાનો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.