Site icon Revoi.in

વીરપુરમાં જલારામબાપાના ભક્તો કરી શકશે દર્શન, મંદિરના દ્વાર આજથી ખોલવામાં આવ્યા

Social Share

તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને કેટલાક મંદિરો દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આવેલા જલારામ મંદિરના દ્વાર પણ બંધ કરવામાં આવ્યા હતા. જો કે હવે તેને ખોલી દેવામાં આવ્યા છે.

જલારામબાપાના ભક્તો આજથી દર્શન અને અન્નક્ષેત્ર નો લાભ લઈ શકશે. 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી અન્નક્ષેત્ર અને જગ્યાનાં દર્શન બંધ હતા. જન્માષ્ટમીના તહેવાર અને કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે મંદિરના દ્વાર ખૂલતાં ભક્તો માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટનસિંગ સહિત કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે મંદિરમાં પ્રવેશ મેળવી શકશે.

દર્શન કરવા આવતા ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા બાદ જ દર્શન કરી શકશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હજુ પણ મંદિરોના પ્રશાસન સતર્ક છે અને એલર્ટ છે. સંક્રમણ ન વધે તે માટેની પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.