Site icon Revoi.in

વૈશાખી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે ભક્તો ઉમટયા

Social Share

ખેડબ્રહ્મા : આજે વૈશાખ સુદ પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કયુઁ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી.

સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો લગાવી હતી. અત્યારે ગરમીએ પણ માઝા મુકી હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે વિશેષ કરીને મંદિર પરિસરમાં છાંયડો, નીચે કારપેટ તથા બહાર અને અંદર ઠંડા પીવાના પાણીના કુલર સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીના લીધે આ વખતે દશઁન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માઁ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ખેડબ્રહ્મા અંબાજી માતાજીના દશઁન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દશઁનાથીઁઓ આવ્યા હતા તથા વેકેશન હોવાથી યાત્રાળુઓ ની સંખ્યામાં પણ વધારો થયો હતો. ગરમી સખત હોવાથી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ અને ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ સોલંકી, જયંતીભાઈ પટેલ, પરશોત્તમભાઈ પટેલ અને મેનેજર દિલીપસિંહ કુંપાવત તથા સ્ટાફ સવારથી દશઁનાથીઁઓની દેખરેખ રાખી રહ્યા હતા.