કોરોનાની સ્થિતિ વચ્ચે આજથી મહાકુંભનો આરંભ -કોવિડ રિપોર્ટ નેગેટિવ હશે તો જ શ્રદ્ધાળુંઓ ગંગા સ્નાન કરી શકશે
- આજથી મહાકુંભના શ્રીગણેશ
- કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી
- કોરોનાની ગાઈડ લાઈનનું સખ્ત પાલન થશે
દિલ્હી – આજથી હરિદ્વારમાં મહાકુંભ વર્ષ 2121 ના શ્રીગણેશ થઈ ચૂક્યા છે, 30 દિવસ એટલે કે, 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા સ્નાન માટે ભક્તોએ 72 કલાક પહેલા કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જમા કરાવવો પડશે. નેગેટિવ રિપોર્ટ વગર ભક્તો ગંગામાં સ્નાન કરી શકશે નહીં.
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 12 રાજ્યોમાંથી આવતા ભક્તોની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ જિલ્લાના તમામ સરહદ અને વિસ્તારોમાં ભક્તોના રેન્ડમ નમૂના લેવામાં આવશે. કોઈ પણ શ્રદ્ધાળુંઓ કોવિડ નેગેટિવ રિપોર્ટ વિના ધર્મશાળાઓ અને હોટલોમાં એન્ટ્રી નહી કરી શકે.
કુંભ મેળાના સીએમઓ ડો.એસ.કે ઝાએ માહિતી આપી હતી કે બોર્ડર અને મેળા વિસ્તારમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવશે. અતિસંવેદનશીલ રાજ્યોથી આવતા પરિવારોના એકથી બે સભ્યોના રેન્ડમ નમૂના લેવામાં આવશે.જો બોર્ડર પરના રિપોર્ટ પોઝિટિવ આવશે તેવા લોકો પરત મોકલી દેવામાં આવશે.તપાસ માટે 33 ટીમો બનાવવામાં આવી છે. તેમાંથી દસ ખાનગી અને 23 સરકારી છે. દરરોજ 10 હજારથી વધુ એન્ટિજેન નમૂના લેવામાં આવશે.
કોવિડ માટે સંવેદનશીલ એવા 12 રાજ્યોથી આવતા મુસાફરોને રાજ્યની સરહદ પર ફરજિયાત રીતે કોરોની તપાસ કરવી જ પડશે, સંક્રમણની પુષ્ટિ થયા પછી, પેસેન્જર અને તેના સંપૂર્ણ સમૂહને પરત મોકલી દેવાશે.
સરકારે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, છત્તીસગ,, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના મુસાફરોને કોવિડ આરટીપીઆર રિપોર્ટ લાવવની સલાહ આપી છે. જો આરટીપીસીઆરનો રિપોર્ટ નથી, તો સરહદ પર આ રાજ્યોથી આવતા જૂથો અથવા કુટુંબોના બે લોકોની એન્ટિજેન સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ પોઝિટિવ જોવા મળે છે તો તેઓને કુંભ મેળામાં આવવા દેવામાં આવશે નહી.
સાહિન-