Site icon Revoi.in

રામલલાના દર્શન કરવા માટે ભક્તોએ 32 સીડીઓ ચઢવી પડશે -10.50 મીટર લાંબો હશે ગર્ભ ગૃણ,જાણો બીજી વિશેતાઓ

Social Share

લખનૌઃ- દેશભરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાં  બનનારા રામમંદિરની આતુપપતાથી રાહ જોવાઈ રહી છે,શ્રદ્ધાળુંઓ અહીં દર્શન માટે મીટ માંડીને બસ્યા છે ત્યારે રામમંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે, અહી આવનારા ભક્તોના સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વિતેલા દિવસને શુક્રવારે મીડિયા કર્મીઓને રામ મંદિરના નિર્માણ કાર્ય અંગે માહિતી આપ હતી ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પણ મંદિર નિર્માણની પ્રગતિની ભવિષ્યની યોજનાઓ વિશે ઘણુ બધુ જણાવ્યું છે.તો ચાલો જાણીએ રામ મંદિરની કેટલીક કાસ વિશેષતાઓ

મંદિર નિર્માણના કાર્યને લઈને ચંપત રાયે મીડિયાના માધ્યમથી વિશ્વભરના રામ ભક્તોને મંદિરની ટેક્નોલોજી અને ભવ્યતા વિશે આશ્વાસન આપ્યું અને કહ્યું કે આ કામમાં લાગેલા એન્જિનિયરો પણ માને છે કે આવી ટેક્નોલોજીનો ભાગ્યે જ કોઈ મંદિરના પાયાના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે,તેમણે કહ્યું કે ટેક્નોલોજી અને ભવ્યતાની દૃષ્ટિએ રામ મંદિર દેશના પસંદગીના મંદિરોમાં હશે. હજાર વર્ષ સુધી પણ અકબંધ રહેશે. આ દરમિયાન ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા સહિત ટાટા કન્સલ્ટન્સી અને એલ એન્ડ ટીના એન્જિનિયરો હાજર રહ્યા હતા.