Site icon Revoi.in

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

Social Share

અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ-ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

રેલવેએ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન 6 સપ્ટેમ્બર બુધવારે અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડી ગુરુવારે સવારે 8.20 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ઓખાથી આ ટ્રેન 7 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રે 23.45 કલાકે ઉપડી બીજા દિવસે શુક્રવારે 8.40 કલાકે અમદાવાદ પહોંચશે.

થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનનું બુકિંગ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.સાબરમતી-ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં બે વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે.