- વિમાન સેવા પરનો પ્રતિબંધ 31 જુલાઈ સુધી લંબાવાયો
- કોરોનાની સ્થિતિ જોતા ડીજીસીએ લીધો નિર્ણય
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના ડાયરેક્ટોરેટ જનરલએ કોરોનાવાયરસને કારણે ભારતમાં લાદવામાં આવેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જુલાઈ 2021 સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલીત અને ખાસ કરીને ઉડ્ડયન નિયમનકાર દ્વારા મંજૂર ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રાખવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના જે રીતે કેસો વધી રહ્યા હતા તેને જોતા દેશભરમાં 23 માર્ચ 2020 થી લોકડાઉન અમલમાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારી યાત્રીઓની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.
જો કે વર્ષ 2020ના મે મહીનાથી વંદે ભારત મિશન અંતર્ગત ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી છે. વિદેશમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું હતું અને ઘણા દેશો સાથે એર બબલ કરાર પણ કરાયો હતો. હાલમાં, ભારત 24 દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ પાછલા વર્ષમાં દેશવ્યાપી લોકડાઉનને લીધે થયેલા નુકસાનમાંથી હજુંબહાર આવી આવી રહ્યો છે. એપ્રિલમાં દેશમાં મહામારીની બીજી તરંગ શરુ થી હતી, જેના કારણે દેશભરમાં હવાઈ ટ્રાફિક ઘટ્યો હતો, ખાસ કરીને જ્યારે અન્ય દેશો દ્વારા ભારતની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે દેશના ઉડ્ડયન વિભાગને મોટો ફટકો પડ્યો હતો.