Site icon Revoi.in

DGCA  એ ‘વિસ્તારા’ એરલાઈન્સને  10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો  – અપ્રશિક્ષિત પાઇલટ દ્રારા વિમાન લેન્ડ કરવાનો મામલો

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં જ એરલાઈન્સને લઈને એક ઘટના સામે આવી હતી કે વિમાન ક્ષેત્રમાં એક વિકલાંગ બાળકને ઈન્ડિગો ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવતા 5 લાખનો દંડ ફટકારાયો હતો ત્યારે હવે વિસ્તારા એરલાઈન્સને ડિજીસીએ 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણએ ઉડ્ડયન નિયમનકાર DGCA એ વિસ્તારા એરલાઇન પર યોગ્ય રીતે પ્રશિક્ષિત પાઇલટ્સને ઇન્દોર એરપોર્ટ પર ઉતરાણ ન કરવા બદલ 10 લાખ રુપિયાનો  દંડ ફટકાર્યો છે.

આ અંગે આજરોજ ગુરુવારે આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટના પ્રથમ અધિકારી તરીકે નિયુક્ત પાઇલટે સિમ્યુલેટરની આવશ્યક તાલીમ લીધા વિના વિમાનને ઇન્દોર એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, “તે એક ગંભીર ઉલ્લંઘન હતું જે વિમાનમાં સવાર મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે.”જેને લઈને તેઓ આ દંડને પાત્ર બને છે,ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ વિસ્તારા એરલાઈનને આ કેસમાં દોષિત માનીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે નિયમો પ્રમાણે ફ્લાઇટના પ્રથમ અધિકારી તરીકે પોસ્ટ કરાયેલા પાઇલટને  પહેલા સિમ્યુલેટરમાં એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ જ તે મુસાફરો સાથેના વિમાનને લેન્ડ કરવા માટે પાત્ર બને છે. આ સિવાય એરક્રાફ્ટના કેપ્ટનને પણ સિમ્યુલેટરની ટ્રેનિંગ લેવી જરૂરી છે. જ્યારે આ કેસમાં આમ ન કરતા એરલાઈન્સને દંડ ફટકારવાનો નિર્ણય કારાયો છે