Site icon Revoi.in

DGCA  એ ઈમરજન્સી લેન્ડિગં, આગની ઘટના અને વિમાનમાં ખામી જેવી બાબતોને લઈને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી

Social Share

 દિલ્હી: છેલ્લા કેટલાક સયમથી  સ્પાઈસજેટ એરક્રાફ્ટ સંબંધિત અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને જોતા  ઉડ્ડયન નિયમનકારે એરલાઈન પાસેથી ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે…” સ્પાઈસજેટને કારણ જણઆવવા અંગેની નોટિસ જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ પ્રકારની 18 દિવસમાં 8 ઘટનાઓ સામે આવી હતી.

 ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ પણ ફ્લાઇટમાં નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને સ્પાઇસજેટને કારણ બતાવો નોટિસ જારી કરીને સ્પાઇસજેટને ઠપકો આપ્યો છે.

એરલાઈન સ્પાઈસજેટે જણાવ્યું હતું કે તેનું એક કાર્ગો એરક્રાફ્ટ મંગળવારે કોલકાતા પરત ફર્યું હતું કારણ કે હવામાનશાસ્ત્રીય રડાર કાર્યરત નથી. ચીનના ચોંગકિંગ શહેર માટે જનારા પ્લેનના પાયલોટને ટેકઓફ કર્યા પછી જ ખબર પડી કે તેનું હવામાનશાસ્ત્રીય રડાર કામ કરી રહ્યું નથી. છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીનો આ આઠમી ઘટના છે.

સ્પાઈસ જેટની દિલ્હી-દુબઈ ફ્લાઈટ મંગળવારે ઈંધણ સૂચકમાં ખામીને કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. તે જ સમયે, તેમના કંડલાથી મુંબઈના વિમાનને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં મહારાષ્ટ્રની રાજધાનીમાં પ્રાથમિકતા પર લેન્ડ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સ્પાઈસ જેટ છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં સપડાઈ કરી રહી છે. સસ્તી સેવા પૂરી પાડતી સ્પાઈસજેટને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે.જો કે તેમના પ્લેનમાં અનેક પ્રકાની ખામીઓને લઈને ડીજીસીએ કંપનીને નોટીસ ફટકારી છે.