કોરોનાને લઈને DGCA એ એરલાયન્સને આપ્યા આદેશ – તમામ યાત્રીઓ એ પહેરવું પડશે માસ્ક, નહી તો થશે કાર્યવાહી
- ડીજીસીએ એ એરલાયન્સ માટે નવી ગાઈડલાઈન જારી કરી
- કોરોના પ્રોટોકોલનું પાલન કરવાના આપ્યા આદેશ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘઠ જોવા મળી રહી છે ત્યારે હવે ડીજીસીએ એ એરલાયન્સને કોરોનાના નિયનોનું પાલન કરવાના સખ્ત આદેશ આપ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એરલાયન્સને આ માટેની સૂચનાો જારી કરી છે
ડીજીસીએ જારી કરેલી સૂચનાઓ પ્રમાણે તેમાં જણાવ્યું છે કે પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોએ યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ સાથે જ યાત્રા દરમિયાન યોગ્ય રીતે સેનિટાઈઝ કરવું જોઈએ. જો કોઈ મુસાફર સૂચનાનું પાલન ન કરે તો એરલાઈન્સ દ્વારા પેસેન્જર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આદેશમાં ખાતરી કરવાનું કહેવામાં આવ્યું છે કે વિમાનોની અંદર યાત્રીઓ માસ્ક પહેરે, એવિએશન રેગુલેટર ડીજીસીએએ આજે કોવિડ કેસની વધતી સંખ્યાને જોતા આ નિર્દેશ આપ્યો છે.આ સાથે જ કહ્જોયું છે કે કોઈ યાત્રી નિર્દેશોનું પાલન ન કરે તો એરલાયન્સ દ્વારા યાત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સહીત એરપોર્ટ અને એરલાયન્સમાં યાત્રીકોનું અચાનક નિરીક્ષણ કરવામાં આવશે તેમ પણઇ જણાવ્યું હતું.
આ સાથે જ કોરોનાને લઈને નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૌલે કહ્યું કે કોરોના હજુ પણ યથાવત છે. અમે કેસોની સંખ્યામાં ફેરફારની આગાહી કરી શકતા નથી તેથી આપણે સાવચેત રહેવાની અને સાવચેતીના ડોઝ લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીની હાલત સૌથી ખરાબ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગે લોકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવા વિનંતી કરી છે.